GSTV
Home » News » અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકાર સામે શશ્ત્ર ઉગામ્યું, ‘48 કલાકમાં વિવાદનો ઉકેલ લાવવામાં આવે નહીંતર….’

અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકાર સામે શશ્ત્ર ઉગામ્યું, ‘48 કલાકમાં વિવાદનો ઉકેલ લાવવામાં આવે નહીંતર….’

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકાર સામે શશ્ત્ર ઉગામ્યું છે.

  • અલ્પેશ ઠાકોરની સરકારની ચીમકી
  • સરકાર ૪૮ કલાકમા પરીપત્રનો નીવળો લાવે
  • નહિતર ગાધી આશ્રમથી ગાંઘીનગર સુઘી પત્રયાત્રની ચીમકી

દિનેશ બાંભણીયાએ શું કહ્યું ?

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પરિપત્ર અંગે આપેલા સરકારને અલ્ટીમેટમ બાદ બિન અનામત વર્ગ માટે લડાઈ લડી રહેલા દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, કોઈપણ પોતાના બંધારણીય હક અને સમાજના હીત માટે લડાઈ લડી શકે છે. દિનેશ બાંભણિયા બાદ પુર્વિન પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આર ડી પરિપત્ર રદ નહીં કરાય આંદોલનની ચિમીકીની જાહેરાત કરી છે. જો કે આ અંગે કોંગ્રેસે પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપી. દોશીએ કહ્યું કે રાજ્યના તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. સરકારના ઈશારે સરકારના માણસો આંદોલનમાં જોડાઈ છે. આંદોલનના નામે વર્ગ વિગ્રહ આ સરકાર કરાવવા માંગે છે. સરકાર ઉકેલવાના બદલે નાટક કરે છે. પ્રવર્તમાન સળગતા મુદાઓથી ધ્યાન ભટકાવવા સરકાર હિંસા કરાવી વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. આ સરકારનો જુનો એજન્ડા છે. ચુટણીના સમય આવે ત્યારે સરકાર પોતાના એજન્ડાઓને સફળ કરવા હથકન્ડા કરે છે.

સરકાર અમારી વાત સાંભળી નથી રહી

ગાંધીનગરમાં એલઆરડી ભરતી મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં એસટી,એસસી અને ઓબીસીની મહિલાઓ દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે. આંદોલન કરી રહેલી મહિલાઓની માગ છે કે, 2018ના પરિપત્રને રદ્દ કરવામાં આવે. અને વહેલી તકે નવા પરિપત્રને બહાર પાડવામાં આવે. અનામત વર્ગની મહિલાઓનું કહેવુ છે કે, સરકાર અમારી વાત સાંભળતી નથી. સરકાર વર્ગ વિગ્રહ કરાવવાની કોશિશ કરે છે. મહત્વપૂર્ણ છે કે, પરિપત્ર સુધારા માટે છેલ્લા 67 દિવસથી મહિલાઓ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે.

સીએમ નિવાસસ્થાને મળશે બેઠક

રાજ્યભરમાં ફરી એક વખત અનામત અને બિન અનામતના આટાપાટામાં સરકાર અટવાઈ છે. બિન અનામત વર્ગ સાથે બેઠક કરી પરંતુ નિર્ણય લઈ શકાયો નથી. તો બીજી તરફ બિન અનામત વર્ગની બેઠકમાં થયેલી ચર્ચા અંગે નીતિન પટેલ ને પ્રદીપ સિંહ સીએમ સાથે બેઠક કરવાના છે. આ બેઠક બપોરે 12 વાગ્યે મળશે. સીએમ નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં બિન અનામત વર્ગની માગો વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે અનામત વર્ગ અને બિન અનામત વર્ગની મહિલાઓના ધરણાઓ યથાવત છે. અને સરકાર પણ બેઠક કરી છે. પરંતુ વિવાદની મડાગાંઠ યથાવત છે.

એક મહિલાની તબિયત લથડી

ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની મહિલાઓના સતત ત્રીજા દિવસે ધરણાં યથાવત છે.ત્યારે આજે એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. મહિલાઓ ફરીવાર આજે સચિવાલય સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પહોંચી હતી. અને પોતાની માગ સાથે ધરણાં શરૂ કર્યા હતા. મહિલાઓના માગ છે કે, સરકાર 1 હજાર 578 કોલ લેટર જાહેર કરી નોકરી આપે. અને સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે.

60 દિવસથી ગાંધીનગરમાં ચાલી રહ્યું છે આંદોલન

છેલ્લા 60 દિવસથી ગાંધીનગરમાં આંદોલન ચલાવતી મહિલાઓ સાથે સરકાર વાત કરી નથી અને ત્રણ દિવસથી આંદોલન ચલાવતા બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારે વાત કરી છે..જેથી અનામત વર્ગમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. અને છેલ્લા 60 દિવસથી આંદોલન ચલાવતી મહિલાઓએ શું તેઓ ગુજરાતની દિકરીઓ નથી. તેવા સવાલ કરીને પોતાનો રોષ ઠાલ્વયો હતો. એક મહિલા તો કડકડતી ઠંડીમાં પોતાના પાંચ વર્ષના માસુમ બાળક સાથે જ આંદોલન સ્થળ પર જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!