GSTV

પીએમ મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના રહ્યો નથી

કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નેતાઓ જાણે કે કોરોનાનું અસ્તિત્વ જ ન હોય તેમ મોટા પાયે ભીડ એકત્ર કરી રહ્યા છે. ભાજપના નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિસનગરમાં બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મોટા પાયે ભીડ એકત્ર કરી. વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો. પરંતુ અલ્પેશના આ કાર્યક્રમમાં જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું.

કાર્યકર્મમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના સરાજાહેર ધજાગરા ઉડ્યા. ઉપસ્થિત જનમેદની પૈકી અનેક લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા. અલ્પેશે યોજાયેલા આ કાર્યક્રમ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરે કેમ ભીડ એકત્ર કરી. પ્રચારના નામે શા માટે નેતાઓ લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. શું અલ્પેશ ઠાકોર સામે તંત્ર કોઇ કાર્યવાહી કરશે. સામાન્ય પ્રજાજનોને નિયમોના ભંગ બદલ દંડ ફટકારતું તંત્ર નેતાઓ સામે કેમ મુકપ્રેક્ષક બની જાય છે.

READ ALSO

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!