GSTV
Home » News » આવતીકાલે અલ્પેશના અરમાન થશે પુરા, 4 વાગ્યે ભાજપમાં જોડાશે

આવતીકાલે અલ્પેશના અરમાન થશે પુરા, 4 વાગ્યે ભાજપમાં જોડાશે

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના આવતીકાલે ભાજપમાં જોડાશે. સાંજે ચાર વાગ્યે તેઓ બંને કેસરિયા કરશે. આ માટે ઠાકોર સેનાના કાર્યકરોને ત્રણ વાગ્યા સુધીમાં કમલમમાં હાજર રહેવા કહેવાયું છે. આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાય છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. અગાઉ પણ આ પ્રકારના વાયરલ થયેલા મેસેજ બાદ અલ્પેશ ઠાકોરને ભાજપના નેતાઓએ પાર્ટી શિસ્તનો અહેસાસ કરાવ્યો હતો.અને બાદમાં અલ્પેશ ઠાકોરે કોર કમિટિની બેઠક બોલાવી હતી. જેમાં જાહેરાત કરાઈ હતી કે અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે.

કોર કમિટીમાં લેવાયો નિર્ણય

કોંગ્રેસને અલવિદા કહ્યાં બાદ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કેસરિયો ખેસ ધારણ કરવાના છે. એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી. ત્યારે ઠાકોર સેનાની કોર કમિટિમાં આ નિર્ણય લેવાયો છે. કોર કમિટિની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને શિરોમાન્ય છે. હવે આ મામલે ભાજપના નેતાઓ સાથે ઠાકોર સેના ચર્ચા કરશે. આ અગાઉ અલ્પેશ ઠાકોરે પણ ગઇકાલે કોર કમિટિનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે તેનું જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંન્ને ભાજપમાં જોડાશે તેવું પહેલેથી જ નક્કી માનવામાં આવતું હતું. જે આજની ઠાકોર સેનાની બેઠક બાદ સ્પષ્ટ થઇ ગયું છે.

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ શું કહ્યું હતું ?

રાજ્યસભાની ચૂંટણીના મતદાનમાં જેની સૌ કોઈ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટીંગ કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેથી કોંગ્રેસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી. અલ્પેશ ઠાકોરે બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ખૂબ મોટા ભારમાંથી મુક્ત થયો છું. અલ્પેશે વિધાનસભાના અધ્યક્ષને મળી રાજીનામું આપ્યું હતું. વધુમાં તેણે કહ્યું હતું કે, મેં રાષ્ટ્રીય ઈમાનદાર પાર્ટીને મત આપ્યો છે કોંગ્રેસને મત આપ્યો નથી. અલ્પેશે કહ્યું હતું કે, મારું હવેનું કામ મારા સમાજ અને ગરીબો માટે કામ કરવું છે. એમના માટે કામ કરવા હું ગમે તે કરીશ. મેં મારા અંતરાત્માના અવાજથી મત આપ્યો છે. જેથી ભવિષ્યમાં અલ્પેશ ભાજપમાં જોડાય તેવી શક્યતાના સમીકરણો પણ પાછળ છોડતો ગયો છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur

ગુજરાત સરકાર આટલા કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચી રહી છે?

Mayur

ગત્ત વર્ષે અમેરિકામાં 8,51,508 વિદેશી નાગરિકો ઘૂસણખોરી કરતાં ઝડપાયા, ભારતના 7720

Mayur
Do NOT follow this link or you will be banned from the site!