GSTV

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે કર્યા સાઈડલાઇન, બિહારના કાર્યક્રમ માટે અામંત્રણ પણ ન અપાયું

alpesh thakor

ગુજરાતમાં પરપ્રાંતિયો વિરુધ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસ દ્વારા બિહારના પહેલાં મુખ્યમંત્રીની જન્મ જ્યંતિની ઉજવણી માટે આમંત્રણ સુધ્ધા આપ્યું નથી. પરપ્રાંતિયો સામે ગુજરાતમાં થયેલી હિંસામાં અલ્પેશનું નામ ઉછળ્યા બાદ બિહાર કોંગ્રેસના નેતાઓ તેમનાથી દૂર રહેવાનુ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ બિહારમાં કોંગ્રેસના સહ પ્રભારી છે. આમ છતા તેમને 21 ઓક્ટોબરના કાર્યક્રમમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોર માટે હાલનો સમય કટોકટીની છે. પ્રાંતવાદમાં નામ ઉછળતાં તેમનું રાષ્ટ્રીય કક્ષાના નેતા બનવાનું સપનું હાલમાં ચકનાચૂર થઈ ગયું છે. બિહાર કોંગ્રેસમાં રાહુલ ગાંધીઅે મોટી પોસ્ટ અાપીને હવે તેમને સાઇડલાઇન કરી દીધા છે. કોંગ્રેસ કોઈ પણ કાળે બિહારમાં કોઈ વિવાદ ઇચ્છતી નથી. અલ્પેશ ઠાકોરની હાજરીને પગલે કોંગ્રેસનો કાર્યક્રમ મૂળ મુદાથી ભટકી જાય તેવી સંભાવનાને પગલે અલ્પેશ ઠાકોરને અામંત્રણ પણ અપાયું નથી.

કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે મહાગઠબંધનમાં સામેલ આરજેડી નેતા તેજસ્વી યાદવ, બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંજી, કોંગ્રેસ બિહારના પ્રભાર શક્તિસિંહ ગોહિલ, મીરા કુમાર, શકીલ અહેમદ સહિતના વરિષ્ઠ નેતાઓ પહેલા સીએમ કૃષ્ણદેવ સિંહની જન્મ જયંતિની ઉજવણીમાં સામેલ થશે પણ અલ્પેશ ઠાકોરને આ માટે નિમંત્રણ આપવામાં આવ્યું નથી. નિમંત્રણ નહી આપવા પાછળના કારણો અંગેના સવાલોથી કોંગ્રેસના નેતાઓ બચતા રહ્યા હતા અને ગુજરાતમાં ભાજપની સરકારને પરપ્રાંતિય પર થયેલા હુમલા માટે જવાબદાર ઠેરવી હતી.

Related posts

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!