કોંગ્રેસના બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આખરે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ અલ્પેશ ઠાકોર અને ધવાલસિંહ ઝાલાને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. હું નબળા શિક્ષકોની સ્કૂલ છોડીને ઘરવાપસી કરીને ગુરુકૂળમાં આવ્યો છુ, ભાજપમાં નાના નાના કાર્યકરોને સાંભળવામાં આવે છે. દારૂબંધી મામલે ભાજપની સરકાર પ્રયત્નશીલ છે, જેરીતે ભાજપે મને આવકાર આપ્યો છે, તેનાથી હુ ખુશ છું.
ભાજપ રાષ્ટ્રવાદને આગળ લઈને જનારી પાર્ટી છે. ઠાકોર સેના આગળ પણ કાર્યરિત રહેશે. કોંગ્રેસમાં અમે જેટલાં સમર્પિત રહ્યા હતા,એટલી જ અમારી અવગણના કરવામાં આવી હતી. કોંગ્રેસમાં ઠાકોર સમાજનું અપમાન થતું હતુ. અલ્પેશ આજે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુના હાથે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાતા જ તેમણે કોંગ્રેસ પર બયાનબાજી કરી હતી.


તેમણે ભાજપને સિસ્તબદ્ધ પાર્ટી કહી હતી અને કહ્યું કે ભાજપમાં નાનામાં નાના કાર્યકરોનું શાંભળવામાં આવે છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમા નાના કાર્યકરોનું શાંભળવામાં આવતું ન હતું. કોંગ્રેસની અંદર જૂથબાજી હોવાનું પણ તેમણે કહ્યું હતું, આ લડાઈ ગરીબો અને નાના માણસોની છે. મારા કાર્યકરો અને ઠાકોર સમાજનું કોંગ્રેસે અપમાન કર્યું છે.

આગામી સમયમાં ચૂંટણી લડવા અંગે અલ્પેશને પૂછતા તેમણે કહ્યું કે ભાજપનું મોવડી મંડળ જે નક્કી કરશે તે મને માન્ય હશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા અલ્પેશ કહ્યું હતું કે હું રાધનપુરથી જ ચૂંચણી લડીશ અને જીતીને બતાવીશ. તેમણે કહ્યું કે અમારી વિચારધારા ગરીબોને ન્યાય આપવાની વિચારધારા છે. કોંગ્રેસમાં ગરીબોનો અવાજ દબાવમાં આવતો હતો. તેમનું અપમાન કરવામાં આવતું હતું.
Ahmedabad: Alpesh Thakor & Dhaval Singh Zala join Bharatiya Janata Party (BJP) in presence of Gujarat BJP President, Jitu Vaghani. pic.twitter.com/qgcHc6RvwT
— ANI (@ANI) July 18, 2019
જીતુભાઈ વાઘાણીએ આપ્યું નિવેદન
જીતુભાઈ વાઘાણીએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં આવકારતાં કહ્યુ હતુ કે, બક્ષીપંચ સમાજ વધુ સદ્ધર બનશે. પરપ્રાંતિયો પરનાં હુમલાના જવાબમાં વાઘાણીએ કહ્યુ હતુકે, સરકાર તમામ લોકોને ગુજરાતની ધરતી પર આવકારે છે.
READ ALSO
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો
- દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરાવી પ્રસ્થાન
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ
- કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત
- લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય