GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

અલ્પેશ ઠાકોરની ભવિષ્યવાણી, 15 ધારાસભ્યો છે કોંગ્રેસને આવજો કરવાના મૂડમાં

alpesh thakor congress

કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલાં અલ્પેશ ઠાકોરે કહ્યુ છેકે, ગુજરાત કોંગ્રેસ આવતા 10 વર્ષોમાં પણ ઉભી થઈ શકે તેમ નથી. ખાનગી ન્યૂઝ એજન્સીને અલ્પેશે કહ્યુ હતુકે, મારા ગરીબ અને પછાત લોકોને સરકારનાં સમર્થનની જરૂર છે. અલ્પેશે કહ્યુ હતુ કે, હું પરેશાન હતો કારણકે મે જે વિચાર્યુ હતુ તે હું મારા લોકોને આપી શકતો ન હતો. કોંગ્રેસ તૂટે છે તેવા અલ્પેશ ઠાકોરના દાવાનો જવાબ આપતા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આકરા શબ્દોમાં અલ્પેશની ટીકા કરી છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું આ લોકમતનું અપમાન છે. અલ્પેશ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષા સંતોષવા કોંગ્રેસ પર ખોટા આરોપ લગાવે છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.

મારી સંસ્થાએ મને કહ્યુ હતુ કે, જ્યાં મારુ સન્માન ન થાય અને અમારા અધિકારોની વાત ન થાય ત્યાં મારે ન રહેવું જોઈએ. મારો નિર્ણય એ મારી અંતરાત્માનો અવાજ હતો. અમે સરકારની મદદથી ગરીબ લોકો માટે કામ કરવા માંગતા હતા. 15થી વધુ ધારસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. અડધાથી વધુ ધારાસભ્યો પરેશાન છે.

ઉલ્લેખનીય છેકે, અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ રાધનપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પાર્ટી છોડતા પહેલાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. અને પાર્ટીનાં કામકાજ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.અલ્પેશે પ્રદેશ નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સંગઠન ધારાસભ્યોની વાત નથી માનતુ. એટલે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે. જે આવનારા દિવસોમાં કોંગ્રેસ છોડી શકે છે. અલ્પેશની ભવિષ્યવાણી પર વિશ્વાસ મુકીએ તો આવનારા દિવસોમાં કોંગ્રેસ તૂટે છે. અલ્પેશે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અને સંઘના વખાણ પણ કર્યા હતા.

READ ALSO

Related posts

‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે

Hardik Hingu

મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી

Bansari Gohel

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda
GSTV