પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. ગુજરાતમાં પાટીદારો સક્ષમ સમાજ છે અને આ સમાજને કોઇ અન્યાય થયો નથી. અન્યાય માત્ર ગરીબ સાથે જ થાય છે તેવો ઉલ્લેખ કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ સરકારમાં છ કેબિનેટ મંત્રી અને ખુદ નાયબ મુખ્યપ્રધાન પાટીદાર છે તો અન્યાય કેવો. જો આવી બેઠક અમે કરી હોત તો અમને જ્ઞાતિવાદ-જાતિવાદમાં ગણી લીધા હોત. સમૃદ્ધ સમાજ બોલે તો તેના લેખાજોખા થાય છે જ્યારે ગરીબો બોલે તો રાજકીય ટીકા ટિપ્પણી થાય છે. ધાર્મિક સ્થળોએ રાજકીય વાત કરવી પણ યોગ્ય નથી.

ખોડલધામનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ
ખોડલધામની બેઠકમાં વર્ષ 2022માં પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઇએ તેવી ઇચ્છા જાહેર કરી નરેશ પટેલે આમ આદમી પાર્ટીના રાજકીય વખાણ કર્યા હતાં અને કોરોનામાં ભાજપની કામગીરીની ટીકા કરી હતી. આ કારણોસર ભાજપના પાટીદાર નેતાઓ નારાજ થયાં છે. ખોડલધામનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થયો છે તે મુદ્દે પણ પાટીદારમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,ખોડલધામની સ્થાપના જ લેઉવા સમાજના ઉત્થાન માટે થઇ હતી. નરેશ પટેલે જ ખાતરી આપી હતી કે, ખોડલધામમાં રાજકારણમાં નહીં થાય. આ પ્લેટફોર્મ પર રાજકીય પ્રવૃતિ થશે નહીં.

ભાજપના ધારાસભ્યો નારાજ થયાં
પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઇએ તે અંગે ભાજપી નેતાનું કહેવું છે કે, સૌને સાથે રાખનારો વ્યક્તિ મુખ્યમંત્રી બનવો જોઇએ. જોકે, નરેશ પટેલના રાજકીય નિવેદનને પગલે ભાજપના ધારાસભ્યો નારાજ થયાં છે એમણે એ વાતનો સ્વિકાર કર્યો કે, વહીવટી પ્રક્રિયામાં વિવાદ છે. ફક્ત પાટીદારોને જ નહીં, બીજા સમાજને ય અન્યાય થઇ રહ્યો છે.
ગુજરાતમાં પાટીદારોનું પ્રભુત્વ
ગુજરાતમાં પહેલેથી જ પાટીદારોને દબદબો રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં કુલ 44 પાટીદાર ધારાસભ્યો છે 6 લોકસભા અને 3 રાજ્યસભાના સાંસદો પણ પાટીદાર નેતાઓ છે. વસ્તીમાં 15 ટકા હિસ્સો પાટીદારોનો છે. આર્થિક રીતે સમૃદ્દ ગણાતા પાટીદારો પોતાની તાકાત થકી ગુજરાતના રાજકારણમાં નવા જૂની કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત સરકાર અને સંગઠનમાં પાટીદાર નેતાઓની પણ સારી એવી તાકાત છે.

સરકારમાં એક નાયબ મુખ્યમંત્રી સહિત 7 જેટલા મંત્રીઓ પાટીદાર સમાજમાંથી આવે છે તો ભાજપના પ્રદેશ સંગઠનમાં 29નું ફોરમ છે. જેમાંથી 10 પાટીદાર નેતાઓનો સમાવેશ કરાયો છે. પ્રદેશ ઉપાધ્યક્ષ પદે 5 પાટીદાર નેતાઓ, પ્રદેશ મહામંત્રીમાં 2 નેતાઓ, 1 પ્રદેશ મંત્રી, 1 પ્રદેશ કોષાધ્યક્ષ, 1 પ્રદેશ કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના વહીવટી તંત્રમાં પણ પાટીદાર અધિકારીઓનો પાવર છે ગુજરાતમાં 35થી વધારે IAS અધિકારીઓ છે જ્યારે 40થી વધારે IPS અધિકારીઓ પાટીદાર સમાજના છે.
નરેશ પટેલે આપનું ભવિષ્ય ઉજળુ છે તેવુ નિવેદન આપ્યુ હતું તે અંગે પણ ભાજપના નેતાઓ કહી રહ્યાં છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઇ રાજકીય ફાયદો થવાનો નથી.આ માત્ર નરેશ પટેલનુ અંગત માનવુ છે. આમ,પાટીદારોની બેઠક બાદ પાટીદાર અગ્રણી અને ભાજપના નેતાઓ વચ્ચે મતમતાંતર સર્જાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત