GSTV
Home » News » આ કૉગ્રેસવાળા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ છોડાવીને જ રહેશે એવું લાગે છે

આ કૉગ્રેસવાળા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ છોડાવીને જ રહેશે એવું લાગે છે

Alpesh Thakor quits Congress

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રસે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. અને સોમવારે કોંગ્રેસ અલ્પેશનું ધારાસભ્ય પદ છીનવવા મેદાને પડવાની છે. કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી સાત વકીલોને ટીમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અને આ ડ્રાફ્ટ માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ અમિત ચાવડાએ પણ મંજૂરી આપી છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે. અલ્પેશ ઠાકોરે બનાસકાઠામાં અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કરી પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે. હાલ કોંગ્રેસ તમામ બાબતોના પુરાવા એકત્રિત કરી રહી છે.

alpesh thakor

કોંગ્રેસ અલ્પેશને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી હટાવવાની પ્રક્રિયા કોંગ્રેસ કરશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. બીજીતરફ કોંગ્રેસ વિરોધી પ્રચાર કરવાના મામલે પ્રદેશ કોંગ્રસ અલ્પેશ ઠાકોર મુદ્દે કેન્દ્રીય મોવડી મંડળને પણ ફરિયાદ કરી શકે છે.

સુત્રોના મતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી વિરોધી પ્રચાર, શિષ્ટાચારનું ઉલ્લંઘન સહિતના મુદ્દે મોવડી મંડળ સમક્ષ અલ્પેશ સામે ફરિયાદ કરી શકે છે.

gujarat congress

ઉલ્લેખનિય છે કે, ઠાકોર સેના દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાથી રાજીનામું આપ્યું હતું. જોકે, અમિત ચાવડાએ રાજીનામાં પત્ર ન મળ્યાનો દાવો કર્યો છે. જો કોંગ્રેસ રાજીનામું સ્વીકારે તો અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ ગુમાવવું પડશે.

તો બીજી તરફ એલ્પેશ ઠાકોર વિરૂદ્ધ યુવાનોની નારાજગી

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!