GSTV
Home » News » આજે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના કેસરિયા…

આજે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના કેસરિયા…

કોંગ્રેસમાંથી છેડો ફાડનાર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે. ધવલસિંહ ઝાલા નરોડામાં સત્યમ વિદ્યાલયમાં તેમના માતા-પિતાના આશીર્વાદ લેશે. બાદમાં તેઓ તેમના મૂળ વતન બાયડ તાલુકાના ગાબટમાં જીતપુર ગામે મહાકાળી માતાજીના દર્શન કરશે. તેમણે જે જગ્યાએથી રાજકારણી શરૂઆત કરી હતી તે બોરમઠ ગામે પણ માતાજીના દર્શન કરીને બપોરે અઢી 2.30 વાગ્યે અલ્પેશ ઠાકોરના ઘરને પહોંચશે. ત્યારબાદે તેઓ અલ્પેશ ઠાકોર સાથે ગાંધીનગર ભાજપ મુખ્યાલય કમલમ પહોંચી ભાજપનો ખેસ ધારણ કરશે.

કોર કમિટીમાં લેવાયો નિર્ણય

કોંગ્રેસને અલવિદા કહ્યાં બાદ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કેસરિયો ખેસ ધારણ કરવાના છે. એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવાના છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી. ત્યારે ઠાકોર સેનાની કોર કમિટિમાં આ નિર્ણય લેવાયો છે. કોર કમિટિની બેઠક બાદ ધવલસિંહે કહ્યું કે, ઠાકોર સેનાનો નિર્ણય અમને શિરોમાન્ય છે. હવે આ મામલે ભાજપના નેતાઓ સાથે ઠાકોર સેના ચર્ચા કરશે. આ અગાઉ અલ્પેશ ઠાકોરે પણ ગઇકાલે કોર કમિટિનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે તેનું જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંન્ને ભાજપમાં જોડાશે તેવું પહેલેથી જ નક્કી માનવામાં આવતું હતું. જે આજની ઠાકોર સેનાની બેઠક બાદ સ્પષ્ટ થઇ ગયું છે.

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ શું કહ્યું હતું ?

રાજ્યસભાની ચૂંટણીના મતદાનમાં જેની સૌ કોઈ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટીંગ કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેથી કોંગ્રેસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી. અલ્પેશ ઠાકોરે બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ખૂબ મોટા ભારમાંથી મુક્ત થયો છું. અલ્પેશે વિધાનસભાના અધ્યક્ષને મળી રાજીનામું આપ્યું હતું. વધુમાં તેણે કહ્યું હતું કે, મેં રાષ્ટ્રીય ઈમાનદાર પાર્ટીને મત આપ્યો છે કોંગ્રેસને મત આપ્યો નથી. અલ્પેશે કહ્યું હતું કે, મારું હવેનું કામ મારા સમાજ અને ગરીબો માટે કામ કરવું છે. એમના માટે કામ કરવા હું ગમે તે કરીશ. મેં મારા અંતરાત્માના અવાજથી મત આપ્યો છે. જેથી ભવિષ્યમાં અલ્પેશ ભાજપમાં જોડાય તેવી શક્યતાના સમીકરણો પણ પાછળ છોડતો ગયો છે.

READ ALSO

Related posts

ગુજરાત ભાજપના ધારાસભ્યએ જ શિક્ષણની પોલ ખોલી નાખી ‘લોકોને હવે સરકારી શિક્ષણ પર વિશ્વાસ નથી રહ્યો’

Mayur

ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો, હવે આ તારીખે આવશે

Mayur

સાહેબ સાથે જવાનું સપનું છોડી દેજો કારણ કે સાહેબને જ ફાંફા છે, સરકારે કરી આ વ્યવસ્થા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!