GSTV
Home » News » આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા, બંને બાગી નેતા BJPમાં જોડાયા

આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા, બંને બાગી નેતા BJPમાં જોડાયા

આખરે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા વિધિવત્ત રીતે ભાજપમાં જોડાયા છે. જીતુભાઈ વાઘાણીએ કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો અને તેમને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલતા નાટકનો અંત આવતા અલ્પેશ અને ધવલ સિંહે ભાજપના બેડામાં સામેલ થઈ ગયા છે. આજ સવારથી અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાવાના હોવાના કારણે કાર્યકરો પણ ઉત્સાહમાં હતા.

ભાજપમાં જોડાતા પહેલા અલ્પેશે શું કહ્યું ?

આજે ગુજરાતના રાજકારણમાં મોટો ફેરબદલ થવાનો છે. ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસને દગો આપનારા બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિધિવત્ત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ પણ ભાજપમાં સામેલ થવાના છે. આજે ચારેકોરથી તેમના પ્રશંસકો ભાજપમાં જોડાવાને લઈને તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

આ અંગે અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અને તેમના નેતૃત્વથી પ્રભાવિત થયો છું. જેના કારણે ભાજપમાં જોડાઈ રહ્યો છું. અલ્પેશે વધુમાં કહ્યું કે, હું એક મોટા પરિવારમાં જોડાવા જઈ રહ્યો છું. બાકીના લોકો મારી ચિંતા ન કરે. અલ્પેશ ઠાકોરે આ પહેલા સાફ કહ્યું હતું કે, હું ગરીબ અને પછાત વર્ગોનું કામ કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું. વિપક્ષ એટલે કે કોંગ્રેસમાં રહીને આ કામ કરવું સંભવ નહોતું. આ સાથે મંત્રીપદ અંગેની વાતમાં અલ્પેશે કહ્યું હતું કે, પાર્ટી જે જવાબદારી સોંપશે તે કામ કરીશ.

ગત્ત દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને અલ્પેશે ક્રોસ વોટિંગ કર્યું હતું. સાથે ધવલસિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસને ડરાવી દીધી હતી. જેના પરિણામે ભાજપના બંન્ને નેતાઓનો વિજય તો થયો જ હતો, પણ કોંગ્રેસ માટે પોતાના જ ધારાસભ્યો આડખીલી રૂપ સાબિત થયા હતા. ક્રોસ વોટિંગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચિત દરમ્યાન અલ્પેશે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના વિશ્વાસ પર મેં કોંગ્રેસ જોઈન કરી હતી. પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે તેમણે અમારા માટે કંઈ નથી કર્યું. અમે વારંવાર અપમાનિત્ત થતા રહ્યા હતા. જેથી મેં કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું.

અલ્પેશે આ વખતે જાન્યુઆરીમાં કહ્યું હતું કે, તેમના સમુદાયના લોકો અપેક્ષિત અનુભવ કરી રહ્યા છે. કોઈનું પણ નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પાર્ટીનું સુકાન નબળા નેતાઓના હાથમાં છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી અલ્પેશ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. આ માટે કોંગ્રેસ સાથે તો તેમણે છેડો ફાડી જ નાખ્યો હતો, પણ ધારાસભ્ય પદ છોડ્યું ન હતું.

રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસને પણ પોતાના જ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે તેનો ભય વ્યાપી ગયો હતો. જેથી કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે પણ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પાસે વારંવાર જઈ અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. આખરે કોંગ્રેસને જેનો ડર હતો એ જ વસ્તુ થઈ હતી. અલ્પેશ અને ધવલે ક્રોસ વોટિંગ કર્યું હતું. પરિણામે રાજ્યસભાની ચૂંટણીમાં એક તરફી મેચમાં ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા જાહેર થયા હતા.

 • ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી
 • સામાજિક અગ્રણી ખોડાજી ઠાકોરના પુત્ર
 • ઠાકોર સમાજના અધિકારો માટે આંદોલનનું નેતૃત્વ કર્યું
 • દારૂબંધી સામે પણ આંદોલન ચલાવ્યું હતું
 • ઓGટોબર ૨૦૧૭ સુધીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના લગભગ ૭ લાખ સભ્યો હતા
 • પાટીદાર અનામત આંદોલન સામે બંધારણના અધિકારની રક્ષા માટે આંદોલન કર્યું
 • સપ્ટેમ્બર ૨૦૧૫માં મહેસાણામાં ઓબીસી સમાજની બેઠક યોજવા મામલે થઈ હતી ધરપકડ

અલ્પેશની રાજકીય કારકિર્દી

 • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના સ્થાપક
 • શંકરસિંહ વાઘેલા રચિત શકિત દળમાં યુવા આગેવાન રહ્યા હતા
 • ૨૦૦૮માં ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા
 • ૨૦૧૩માં ઠાકોર સેનાની સ્થાપના કરી
 • ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે ઓએસએસ એકતા મંચની સ્થાપના કરી
 • કોગ્રેસ પક્ષમાંથી રાજકીય જીવન શરૂ કર્યું
 • ૨૩ ઓક્ટોબર ૨૦૧૭માં વિધિવત રીતે કોગ્રેસમાં જોડાયા
 • ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કાંગ્રેસમાં જાડાયા હતા
 • ૨૦૧૭માં કાંગ્રેસમાંથી રાધનપુર વિધાનસભા બેઠક જીત્યા હતા
 • ૨૦૧૮માં એક સગીર બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ન્યાયની માગ સાથે આંદોલન કર્યું
 • સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં નામ ઉછળ્યું હતું
 • કાંગ્રેસમાંથી જીત્યા બાદ થોડા સમયમાં જ પક્ષ તરફથી નારાજગી સામે આવી
 • ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામા ધરી દીધા
 • કાંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધા પણ ધારાસભ્ય પદે ચાલુ રહ્યા
 • લોકસભા ચૂંટણી દરમિયાન બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો
 • ૫ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું
 • ૫ જુલાઈ ૨૦૧૯ના રોજ કાંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

READ ALSO

Related posts

પાકવીમાને મરજીયાત કરવાના નિર્ણય સામે આ ધારાસભ્યએ કહ્યું, સરકાર પર ન કરી શકાય વિશ્વાસ

Nilesh Jethva

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે 10 મહિલાઓના કપડાં ઉતરાવાયા

Mayur

VIDEO : ડોનાલ્ડ ટ્રમ્પના સત્કારની તૈયારીમાં કોર્પોરેશનની બેદરકારી આવી સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!