કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સીએમ વિજય રૂપાણી સાથે બંધ બારણે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાતને અલ્પેશ ઠાકોરે સૌજન્ય મુલાકાત ગણાવી હતી. તેમજ સ્વર્ગસ્થ સદારામ બાપાને લોકો આજીવન યાદ કરે તેમને કરેલા કામનો યાદ કરે તે માટે સરકારે સંવેદના બતાવી હોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ.
મંત્રી પદના વિસ્તરણ પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે આ પ્રકારની વાતથી તેઓ અજાણ હોવાનો દાવો કર્યો. અને સદારામ બાપાના કામને લોકો યાદ કરે તે માટે સરકાર આગામી દિવસોમાં જાહેરાત કરશે તેમ અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ મહત્વનું છે કે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિજય રૂપાણી સરકારના મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ અને ધવલસિંહ ગત સપ્તાહે ભાજપમાં જોડાયા છે. ત્યારે એવી અટકળો છે કે ભાજપ અલ્પેશને મંત્રીપદ આપી શકે છે.
READ ALSO
- મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે
- મૉની રૉય વહેલી તકે લગ્ન કરે તેવી ચર્ચા, આ વ્યક્તિને મળવા વારંવાર દુબઈ જાય છે એક્ટ્રેસ
- શું તમે facebook Locked Profile કરનારનો ફોટો નથી જોઇ શકતા, તો હવે અપનાવો આ Trick
- પાપલીલા/ બાથરૂમમાં ન્હાતી વેળાએ યુવતીઓ ખાસ રાખે સાવધાની, મોબાઈલમાં વીડિયો ઉતારી સંબંધીએ મહિલાને વારંવાર પીંખી
- માજી ભાજપ સાંસદના પુત્રવધૂએ ફલેટમાં માંડયો’તો જુગારનો અડ્ડો! પોલીસના દરોડોમાં મોટાઘરોની મહિલાઓ જુગાર રમતી પકડાઈ