GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસને પરિવાર સાચવતા નથી આવડતો : અલ્પેશ

Last Updated on March 15, 2020 by Mayur

કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે કોંગ્રેસને પરિવાર સાચવતા આવડતો નથી. કોંગ્રેસ નવા નેતૃત્વને સ્થાન આપવામાં નિષ્ફળ નિવડી છે. તેઓએ કહ્યુ હતુ કે કોંગ્રેસે નિષ્ફળતા સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.

કોંગ્રેસમાં ભૂકંપ

રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 4 કે 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હોવાની વાતો વહેતી થઈ છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. જ્યારે ભાજપ ત્રણ બેઠક જીતવાથી માત્ર 1 મત દૂર છે. જો કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોય તો રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. જેમાં ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે.

શું કહે છે ગણિત ?

હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે. જો 73માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને 68 થઈ જાય અને કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ. પરંતુ 68 જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!