GSTV
Home » News » ભાજપમાં જોડાતા જ અલ્પેશના બદલાયા સૂર : કહ્યું, રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી ગઈ છે

ભાજપમાં જોડાતા જ અલ્પેશના બદલાયા સૂર : કહ્યું, રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી ગઈ છે

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવા અંગે છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર તેના ટેકેદારો, સમર્થકો સાથે ગાંધીનગરમાં કોબા પાસે આવેલા ભાજપના મુખ્યાલય કમલમમાં પહોંચ્યા હતા. ભાજપનો ખેસ ધારણે કરે તે પહેલા કમલમ પાસે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવો જમાવડો જોવા મળ્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે.

ઠાકોર સેનાના સંખ્યાબંધ કાર્યકરો ઢોલ નગરા સાથે જોડાયા હતા. હાઈવોલ્ટેજ ડ્રામા ઉભો કરીને ભાજપ મુખ્યાલય પાસે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે. અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાતા પહેલાં કોંગ્રેસને આડેહાથે લીધી છે. ભાજપમાં નાનામાં નાના કાર્યકરોને સમજવામાં આવે છે. હું ઘરવાપસી કરી ગુરૂકૂળમાં આવ્યો છે. અલ્પેશે આ સમયે દારૂબંધી અભિયાન મામલે ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રવાદને આગળ લઇ જનારી પાર્ટી છે. હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. ભાજપમાં પરિવારની ભાવનાથી આવકારવામાં આવ્યા છે.

અલ્પેશે જણાવ્યું છે કે, ઠાકોર સેના સામાજિક સંગઠન છે. હું નબળા શિક્ષકોની સ્કૂલ છોડી વિદ્વાન પંડિતોની ગુરૂકૂળમાં આવ્યો છું.
અલ્પેશને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવ્યો હતો. આ સમયે ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરોનો કમલમ ખાતે ધસારો જોવા મળ્યો હતો. અલ્પેશે કોંગ્રેસમાં ઠાકોર સમાજનું અપમાન થતું હોવાનું જણાવ્યું હતું.

રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સમયે અલ્પેશે ખુલાસો કર્યો છેકે પેટાચૂંટણીનો અંગેનો નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કરશે અને જે બોર્ડ નક્કી કરશે એ નિયમોને માથે ચડાવીશ. અલ્પેશે ભવિષ્યમાં ઠાકોર સેના મહાસંમેલન કરશે તેમ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ અને ડે.સીએમ હાજર રહેશે.

READ ALSO

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!