મને ચૂંટણી લડવામાં નહિ પરંતુ નડવામાં વધુ રસ છે : અલ્પેશ કથિરીયા

alpesh kathiriya

પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની આજ રોજ વરાછા પોલીસે લાજપોર જેલ ખાતેથી વોરંટ દ્વારા ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અલ્પેશે નિવેદન આપ્યું કે મને ચૂંટણી લડવામાં નહિ પરંતુ નડવામાં વધુ રસ છે. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ રાયોટિંગ ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. જ્યાં અલ્પેશને પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાયોટીંગ ગુનામાં અલ્પેશને જામીન મળી શકે છે પરંતુ રાજદ્રોહ કેસમાં જામીન રદ હોવાથી તેને ફરી લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર કરતી વેળાએ અલ્પેશે નિવેદન આપ્યું કે,પાસના તમામ કાર્યકર્તાઓને જેલમાં મોકલવાનો કારસો છે.

કદાચ બની શકે પાસ જેલમાંથી પણ લડાઈ લડી શકે. અલ્પેશને જ્યારે પૂછવામાં આવ્યું કે,તમે જેલમાંથી ચૂંટણી લડશો,તો અલ્પેશે જણાવ્યું કે,મને ચૂંટણી લડવા કરતા મને નડવામાં વધુ રસ છે. જનતા કહેશે તો ચૂંટણી લડીશ

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter