GSTV
Home » News » બાપ આવ્યો છે બાપ… અલ્પેશ કથિરીયાની સુરત પોલીસને બેફામ ગાળાગાળી

બાપ આવ્યો છે બાપ… અલ્પેશ કથિરીયાની સુરત પોલીસને બેફામ ગાળાગાળી

તાજેતરમાં જ રાજદ્રોહના કેસમાંથી જામીન મેળવીને જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ઉઠાવવાના મુદ્દે પોલીસ સ્ટેશનની અંદર ગાળાગાળી કરી હતી ટોઈંગ ના મુદ્દે માથાકૂટ થયા ગયા બાદ અલ્પેશ કથીરિયા ને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં અલ્પેશ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી.

મને સાહેબ કહેવાનું બીજાને નહીં હું તારો બાપ છું મારી ગાડી ઉઠાવે છે

તેમણે ટ્રાફિક પોલીસને ટપોરી ભાષામાં ગાળો આપી હતી તેમજ કહ્યું હતું કે હું ટેબલ પર ન બેસે ખાલી કર મને સાહેબ કહેવાનું બીજાને નહીં હું તારો બાપ છું મારી ગાડી ઉઠાવે છે આ પ્રકારના લવારા કરીને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું . આ તબક્કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખૂબ જ સંયમ રાખ્યો હતો જેને કારણે મોટી અથડામણ ટળી હતી . અલ્પેશની ગાડી સામે અન્ય એક અધિકારીએ અલ્પેશ ને એવું સંભળાવ્યું હતું કે ટોળા હોવાથી તું હોશિયારી કરે છે એકલો આવે તો ખબર પડે. આવું સાંભળ્યા બાદ અલ્પેશ વધુ ઉશ્કેરાયો હતો હલકી કક્ષાની ગાળાગાળી કરતી આ ઓડિયો અને વીડિયો ક્લિપિંગ સાડા ત્રણ મિનિટની છે. જ્યારે લોકો પાસે પણ તેમણે અઢી મિનિટથી વધુ સમય સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપી ધમકી પણ આપ્યા ને ઓડિયો અને વીડિયો ક્લિપિંગ છે.

લોકઅપની અંદર રહેલાં અલ્પેશે એસીપી પરમારને ગંદી ગાળો ભાંડી હતી

 આ બંને ક્લિપિંગ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એકબીજાને મોકલી રહ્યા છે. લોકઅપની અંદર રહેલાં અલ્પેશે એસીપી પરમારને ગંદી ગાળો ભાંડી હતી હિન્દી ફિલ્મ ના વિલનની સ્ટાઇલથી તેમણે લોક અપની અંદર આંટા મારતી વખતે ખાખી વર્ધી નું ખૂબ જ ખરાબ શબ્દો માં અપમાન કરી જોરશોરથી બૂમો પાડી હતી કે તું મારું રેકોર્ડિંગ કરે છે તું એવું રેકોર્ડિંગ પણ કરી લે કે રાહુલ પટેલની હાજરીમાં એસીપી પરમારે મને એનકાઉન્ટર કરવાની ધમકી આપી હતી બાપ આવ્યો છે બાપ.. અલ્પેશ કથીરિયાની આ બંને વીડીયો ક્લીપીંગ જોયા બાદ લોકો તેના પર ધિક્કાર વરસાવી રહ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખૂબ જ સંયમ રાખ્યો છે જેને હું બિરદાવું છું

બીજી બાજુ સુરત ના પોલીસ કમિશનર સતીશ શર્માએ પણ નાગરિકોને એવી અપીલ કરી છે કે ગામના મવાલી કે ટપોરી ના બોલે એવી ભાષાનો ઉપયોગ અલ્પેશ કથીરિયાએ કર્યો છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખૂબ જ સંયમ રાખ્યો છે જેને હું બિરદાવું છું. નાગરિકોએ હવે એ સમજી લેવાની જરૂર છે કે પાટીદારોને નામે આંદોલન કરીને મોટા થવા માગતા લોકો વાસ્તવમાં કેવા હોય છે આવા માણસને સમર્થન આપી શકાય નહીં. જો કોઈ પણ વ્યક્તિ સુરતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેને પોલીસ ચલાવી લેશે નહીં અને તેની સામે કાયદેસરના પગલા ભરશે.

Related posts

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!