અમરેલીમાં હાર્દિક અલ્પેશની પદયાત્રા, જાણો સભા સંબોધતા પીએમ અને શાહ વિશે શું કહ્યું

અમરેલી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ખેડૂત વેદના પદયાત્રા શરૂ થઈ. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં અલ્પેશ કથીરિયા સહિતના પાસના નેતાઓ અને કાર્યકરો પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રા ચાર દિવસ અમરેલીમાં ફરશે. જેના પહેલા દિવસે અલ્પેશ કથીરિયાના વતન ગોખરવાળા પહોંચી હતી. સ્થાનિકોએ આતશબાજી કરીને અને મહિલાઓએ રાસ ગરબા રમીને પદયાત્રાનું સ્વાગત કર્યું હતું.

બાદમાં હાર્દિક અને અલ્પેશે સભા સંબોધી હતી. બંનેએ રાજ્ય સરકાર ઉપરાંત પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે હાર્દિક ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે લડશે. ખેડૂતો, પાટીદારોને અનામત સહિતના મુદ્દે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપીશું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter