GSTV
Surat Trending ગુજરાત

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

મારામારી

સુરતના કાપોદ્રાની ધારુકાવાળા કોલેજમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મારામારી મામલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ કાકડીયા, પિયુષ કાકડીયા અને અલ્પેશ કથીરિયાના ભાઈ મિલન કથીરિયાની અટકાયત કરવામાં આવી હતી.

ધારુકાવાળા કોલેઝમાં ચૂંટણીમાં ABVP અને NSUI ની સામે આપની યુથ વિંગ વચ્ચે હોબાળો થયો હતો. બંને ટીમો વચ્ચે સામસામે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા..ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચમાં એબીવીપીના ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

મારામારી

જણાવી દઇએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે રવિવારે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોના સમર્થક વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) તેમજ આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ ચુંટણી પોતાની દાવેદારી નોંધાવી હતી. જેને પગલે બંને વિદ્યાર્થી પાંખના સમર્થકો પણ મોટી સંખ્યામાં મતદાનમાં જોડાયા હતા. જોકે મતદાનને લઈને બંને વિદ્યાર્થી પાંખના સમર્થકો વચ્ચે ચકમક થઈ હતી. તો ધારૂકાવાળા કોલેજમાં છુટ્ટાહાથની મારામારી થઇ હતી. મતદાનને લઈને પાટીદાર ગઢ ગણાતી એવી ધારૂકાવાલા કોલેજના કેમ્પસમાં મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું.

Read Also

Related posts

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

શું તમે જાણો છો સિંગલ રહેવાના આ ફાયદા વિશે? શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં આ લાભ વિશે જાણીને તમે પણ થઈ જશો હેરાન

Hemal Vegda

કૂતરાની લટકતી જીભ સાથે બીજા ડોગની મસ્તી થઇ વાયરલ , વીડિયો જોઈને મજા પડી જશે

Hemal Vegda
GSTV