GSTV
Home » News » પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ જેલમાંથી બહાર આવતા જ હાર્દિક પટેલ અંગે આપ્યું આ નિવેદન

પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ જેલમાંથી બહાર આવતા જ હાર્દિક પટેલ અંગે આપ્યું આ નિવેદન

રાજદ્રોહ કેસ મામલે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા જેલમુક્ત થયો છે. લાજપોર જેલમાંથી તેની મુક્તિ થતા અલ્પેશના સમર્થકો અને પાસના કાર્યકરો મોટી સંખ્યામાં તેનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ પરિવાર અને અલ્પેશ વચ્ચે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. જેલમાંથી બહાર આવતા અલ્પેશને તેના પરિવારજનો અને સમર્થકોએ મ્હોં મીઠું કરાવ્યું હતુ. જેલ બહાર આવતા અલ્પેશે કહ્યું હતુ કે ભૂલ થઈ ગઈ છે અને સ્વીકારું છું, પરંતુ જેલમાં રહીને ઘણું બંધુ શીખ્યો છું.

જે આવનાર દિવસોમાં મને કામ લાગશે. હાર્દિક અને તેમના વચ્ચે ક્યારેય વિવાદ નહીં હોવાનો અલ્પેશે દાવો કર્યો હતો. અલ્પેશે કહ્યું કે સરકાર દ્વારા યુવાનો પર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો હટાવવામાં આવે તેવા પ્રયાસ પાસ સમિતિ કરશે. સમાજની લડાઈ છે સમાજને સાથે રાખીને લડીશું. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે સુરત જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે અલ્પેશને જામીન આપ્યા છે.

READ ALSO

Related posts

વજન ઓછુ કરવા માટે જિમની મસમોટી ફી નથી ભરવી, તો આ ટ્રીકને અજમાવી બનો પાતળી પરમાર

Ankita Trada

સોનાએ આજે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો વાયદાનો ભાવ, વૈશ્વિક કિંમત પણ આસમાને

Mansi Patel

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની અને દિકરીને લઇને Google પર આ શું સર્ચ કરી રહ્યાં છે ભારતીયો?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!