સીટ માટે અવઢવ : પાટણ બેઠક પરથી અલ્પેશ અને જગદીશ બંને ‘ના’ પાડી રહ્યા છે

Congress MLA Alipesh Thakor

કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જોકે પાટણ બેઠક માટે કોંગ્રેસમાં અવઢવની સ્થિતિ છે. એટલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ કાર્યાલય ખાતે જગદીશ ઠાકોર સાથે બેઠક કરી. પાટણ સીટ પરથી જગદીશ ઠાકોર અને અને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે.

તો બીજી તરફ કોંગ્રેસમાં અમરેલી લોકસભા બેઠકને લઈને પણ કમઠાણ છે. અમરેલીમાં ત્રણ લોકોએ દાવેદારી નોંધાવી છે. પ્રતાપ દુધાત, જેની ઠુમ્મર અને કનુ કલસરિયાએ ટિકિટ માટે દાવો કર્યો છે. પ્રતાપ દુધાત વર્તમાન ધારાસભ્ય છે જ્યારે કે જેની ઠુમ્મર ધારાસભ્યનાં પુત્રી છે અને કનુભાઈ કલસરિયા પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter