GSTV

રીંગણનું ભડથું તો ખાધુ હશે એકવાર જરૂર ટ્રાય કરો સ્પેશિયલ ‘આલૂ ભડથુ’, જમવામાં જલ્સો પડી જશે

ભડથું

બાળકોને બટાકાની બનાવેલી વસ્તુઓ ખૂબ જ પસંદ આવે છે. બટાકાનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં કરવામાં આવે છે. તેવામાં આજે અમને એક એવી રેસિપી જણાવી રહ્યાં છીએ જે બાળકોને તો ભાવશે જ સાથે ઘરના અન્ય લોકોને પણ ખુશ કરી દેશે. તમે રીંગણનું ભડથુ તો અનેકવાર ખાધુ જ હશે તો આજે  ડીનરમાં બનાવો આલૂ ભડથુ.

સામગ્રી

બટાકા- 4 મીડિયમ સાઇઝના

તેલ- 4 ચમચી

સૂકા લાલ મરચા- 2

આખા ધાણા- 2 ચમચી, અધકચરા ક્રશ કરીને

રાઇ- 1 ચમચી

હળદર- અડધી ચમચી

ડુંગળી- 2 નંગ, ઝીણી સમારેલી

લીલા મરચા- 2 નંગ, ઝીણા સમારેલા

લસણ- 2 કળી

કોથમીર- 1 ચમચી

જીરા પાવડર- 1 ચમચી

આમચૂર પાવડર- સ્વાદ અનુસાર

મીઠુ- સ્વાદ અનુસાર

આલૂ ભડથુ બનાવવાની રીત

તેના માટે સૌથી પહેલા બટાકા બાફી લો.

તે બાદ બાફેલા બટાકાની છાલ ઉતારીને તેને છૂંદી લો.

તે બાદ સૂકા લાલ મરચાને ધાણા સાથે મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં પીસી લો.

હવે કઢાઇમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ નાંખો અને તેમાં ડુંગળી નાંખીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.

ઝીણા સમારેલા મરચા અને લસણ નાંખીને એક મિનિટ સુધી સાંતળી લો.

તેમાં હળદર, ધાણાજીરુ, જીરા પાવડર અને લાલ મરચુ નાંખીને સાંતળો. હવે તેમાં બટાકાનો છૂંદો, મીઠુ અને આમચૂર પાવડર નાંખીને બે મિનિટ સાંતળો.

તૈયાર છે તમારુ આલૂ ભડથુ. તેને બાજરાના રોટલા, ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરો.

Read Also

Related posts

જોની બેરસ્ટોએ ઝંઝાવાત સર્જ્યો, ઇંગ્લેન્ડને અપાવ્યો આસાન વિજય

Pravin Makwana

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ, આ હોલ્પિટલને ફાયર સેફ્ટીને લઈને ફટકારી નોટિસ

Nilesh Jethva

સતત 8મી વખત ફરી એક વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, વાહનોની ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આ ભાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!