GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નસીરુદ્દીન શાહ સહિતના 600 કલાકારોએ કરી અપીલ, ભાજપને મત ન આપો

nasrudinshah

બોલિવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિતના થીએટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધારે મોટી હસ્તીઓએ બીજેપીને વોટ ન આપવાની અપીલ કરી છે. તમામ મોખરાની હસ્તીઓએ એક પત્ર લખી લોકોને કહ્યું છે, મત આપી બીજેપી અને તેના સહયોગી દળોને સત્તાથી બહાર કરો. અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવા થીએટર સાથે સંકળાયેલા કલાકારોનો સમાવેશ થાય છે.

તમામ કલાકારોએ પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, ભારત અને તેના સંવિધાનની અવધારણા ખતરામાં છે. બીજેપીને મત ન આપવામાં આવે. આ પત્ર ગઈકાલે ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યૂનાઈટેડ ઈન્ડિયાની વેબસાઈટ પર નાખવામાં આવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસમાં સૌથી વધારે ગંભીર ચૂંટણી છે. આજ ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આપણું સંવિધાન ખતરામાં છે. સરકારે એ તમામ સંસ્થાઓનું ગળુ દબાવી દીધું છે. જ્યાં તર્ક, ચર્ચા અને અસહમતિનો વિકાસ થાય છે. વંચિત લોકોને સશક્ત બનવું જોઈએ. કોઈ લોકતંત્ર સવાલ, ચર્ચા અને સજાગ વિપક્ષના વિના કામ નથી કરી શકતુ. આ તમામને હાલની સરકારે પૂરી તાકાતથી કચળી નાખ્યું છે. તમામ લોકો ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે વોટ કરે. સંવિધાનનું સંરક્ષણ કરે અને કટ્ટરતા, ઘૃણા અને નિષ્ઠુરતાને સત્તાથી બહાર કરે.

આ પત્ર પર શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરૂંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે અને અનુરાગ કશ્યપે સહી કરી છે. આ પહેલા 100થી વધારે ફિલ્મમેકર્સે ભાજપને વોટ ન દેવાની અપીલ કરી હતી. રિપોર્ટ પ્રમાણે અપીલ કરનારા ફિલ્મ નિર્માતાઓની લિસ્ટમાં મલયાલમ નિર્દેશક આશિક અબૂ, આનંદ પટવર્ધન, સુદેવન, દીપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ હતા.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!