GSTV

જો તમે ડાયટ કરી રહ્યા છો તો, તમારા માટે ખાવામાં બેસ્ટ છે આ ‘દલિયા ની ટિક્કી’

જો તમે ડાયટ પર છો અને દરરોડ ઓટ્સ, બ્રાઉન બ્રેડ, સલાડ વગેરે ખાઈને કંટાળો આવતો હોય તો, તમારામાં એક એવી વાનગી છે જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તો આવો જાણીએ દલિયાની ટીક્કી બનાવવાની રીત વિશે…

સામગ્રી

  • એક કપ પાલક એક કપ મેથી
  • એક કપ બથુવા સાગ (ત્રણેય વસ્તુ બારીક સમારેલી)
  • અડધો કપ દલિયા
  • એક ચપટી હિંગ
  • જીરું વઘાર માટે
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક કપ બ્રેડ ક્રબ્સ
  • એક મોટી ચમચી તેલ
  • એક નાની ચમચી ચાટ મસાલો

બનાવવાની વિધી

  • એક પેનમાં તેલ નાખી તેને ગરમ થવા દો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂ અને હિંગ નાખી સાંતળી લો.
  • ત્યારબાદ તેમાં સમારેલી પાલક, મેથી અને બથુઆનો વઘાર કરી લો. જ્યારે પાણી પૂર્ણ રીતે સૂકાઈ જાય એટલે, તેને નીચે ઉતારી લો. હવે બીજા વાસણમાં દલિયાને પકાવી લો.
  • દલિયા પકાવ્યા બાદ બધી જ વસ્તુઓને મિક્સ કરી લો અમે એક મિનિટ માટે મિક્ચરમાં ચલાવો. નોનસ્ટિક પેન ગરમ કરો અને તેમાં ચિકણાઈ લાવો.
  • તૈયાર મિક્સરમાંથી નાની-નાની ટિક્કી બનાવીને તવા પર કરારી થાય ત્યાં સુધી શેકી લો. તો તૈયાર છે ‘દલિયાની ટિક્કી’

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!