GSTV

સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માએ આ કારણોના લીધે આપ્યું રાજીનામું, મુખ્ય કોણ જવાબદાર જાણો વિગતે…

Last Updated on January 12, 2019 by

સીબીઆઇ ડાયરેક્ટર પદેથી આલોક વર્માને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગઠીત પસંદગી સમીતીએ હટાવ્યા હતા, અને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને આ પદ પર બહાલ કર્યા તેના બીજા જ દિવસે પસંદગી સમીતીએ તેમને આ પદ પરથી હટાવ્યા હતા. 

જેને પગલે હવે આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આલોક વર્મા પણ લડી લેવાના મૂડમાં હોય તેમ તેમને જે નવો ચાર્જ સોપ્યો તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

પોતાના રાજીનામામાં આલોક વર્માએ જણાવ્યું હતું કે આ સમય સામૂહિક આત્મમંથનનો છે. આલોક વર્માએ બીજી તરફ તેમની વિરુદ્ધ પસંદગી સમીતીએ જે પગલા લીધા તેને લઇને પણ સવાલો ઉઠાવ્યા છે, આ મામલે તેમણે શ્રમ અને તાલીમ સચીવને પત્ર લખ્યો છે અને ફરિયાદમાં દલીલ કરી છે કે પસંદગી સમીતીએ મારી સામે જે પગલા લીધા તેમાં મારો પક્ષ રાખવાની મને કોઇ જ તક આપવામાં નથી આવી. ૨૧ દિવસ બાદ આલોક વર્મા નિવૃત થવાના હતા તે પહેલા જ તેમની ટ્રાન્સફર કરી નાખવામાં આવી હતી પણ વર્માએ નવુ પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

આલોક વર્માએ પોતાની બદલી અંગે રોષ ઠાલવતા કહ્યું હતું કે મારી બદલી પાછળ એક વ્યક્તિની જુઠી ફરિયાદ જવાબદાર છે. સીબીઆઇને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે, અને બહારના દબાણથી રોકવામાં આવે. મારા મામલામાં કુદરતી ન્યાયને સમાપ્ત કરી દેવામાં આવ્યો. સીબીઆઇની વિશ્વસનીયતાને બરબાદ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. 

સીવીસીનો રિપોર્ટ પણ એક અધિકારી (રાકેશ અસ્થાના)ની ખોટી ફરિયાદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, અને આ અધિકારી સીબીઆઇની તપાસ હેઠળ છે. આ રિપોર્ટ નિવૃત જજ એ.કે. પટનાયક સમક્ષ પણ નથી આવ્યો કે જેઓને આ સમગ્ર તપાસની દેખરેખ સોપવામાં આવી છે.

આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્નેએ એકબીજા પર લાંચ લેવાના આરોપો લગાવ્યા હતા, જે બાદ સરકાર અને સીવીસીએ બન્નેને રજા પર મોકલી દીધા હતા, આ રજાને બાદમાં આલોક વર્માની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી અને આલોક વર્માને સીબીઆઇ ડાયરેક્ટર પદ સોપ્યું હતું, જોકે સાથે મામલો પસંદગી સમીતી સમક્ષ મોકલ્યો હતો, આ પસંદગી સમીતી કે જેના સભ્ય વડા પ્રધાન મોદી છે તેમણે બીજા જ દિવસે આલોક વર્માને સીબીઆઇ ડાયરેક્ટર પદેથી હટાવી નાખ્યા હતા. જેને પગલે અનેક સવાલો ઉઠયા છે. 

Related posts

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!