આલોક વર્મા એક દિવસના નાયક સાબિત થયા: નોકરીને લાત મારી દીધી, હવે સરકાર એક્શનમાં

આલોક વર્માએ નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવ્યા બાદ ફાયર અને સેફ્ટી વિભાગના ડીજી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આલોક વર્માએ ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો. ફોર્સ લીવ પર મોકલવાના 77 દિવસ બાદ કાર્યભાર સંભાળતા જ એકશન મોડમાં આવી ગયેલા સીબીઆઇ ચીફ આલોક વર્મા સામે ખુદ સરકારે મોટી કાર્યવાહી કરી હતી. અને સીબીઆઇ ચીફના પદેથી હટાવી દીધા હતા. તેમને ફાયર સર્વિસિઝ એન્ડ હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા. તેમની નિવૃતિ આડે માત્ર 21 દિવસ બાકી હતા અને તેમણે રાજીનામું આપી દીધુ છે. આ પહેલા પદ સંભાળતા વર્માએ અગાઉની બદલીના ઓર્ડરો રદ કરીને પાંચ સીબીઆઇ અધિકારીના ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે તેમના આ નિર્ણયના કલાકોમાં જ ફરી એકવાર સીબીઆઇ ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter