દેશના કરોડો રૂપિયાનું ગબન કરીને ભાગનારાઓને આલોક વર્માએ મદદ કરી હતી!

CBIમાંથી હટાવવામાં આવેલા અને બાદમાં નોકરીમાંથી રાજીનામું આપનાર આલોક વર્મા પર નિરવ મોદી અને વિજય માલ્યાને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે CVCએ તપાસ કરવાની તૈયારી કરી છે. આલોક વર્મા પર વિજય માલ્યા અને નિરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે કેટલાક આરોપ છૂપાવવાના પ્રયાસ કર્યા હતા. આલોક વર્મા વિરૂદ્ધ નિરવ મોદી સાથે જોડાયેલા કેટલાક પુરાવા મળ્યા છે.

વિજય માલ્યા ઉપરાંત આલોક વર્મા પર શિવવશંકરન વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલા લુકઆઉટ સર્કુલરને નબળુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. IDBI બેંકને 600 કરોડનો ચૂનો લગાવનાર શિવશંકરનને ભારતમાંથી બહાર જવાની મંજૂરી આલોક વર્માએ આપી હતી. CVCના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આલોક વર્માએ વિજય માલ્યા વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે લૂકઆઉટમાં ઢીલાશ મુકી હતી. જેથી માલ્યા ભારતમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter