GSTV

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ, કોણ બચશે ? કોણ કપાશે ?

Last Updated on November 16, 2018 by

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં ચાલી રહેલી આંતરીક લડાઈને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ગત સુનાવણીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને સુપ્રીમ કોર્ટને બે સીલબંધ કવરમાં પોતાના રિપોર્ટની સોંપણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે 16 નવેમ્બરની તારીખ આગામી સુનાવણી માટે નિર્ધારીત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સવારે સાડા અગિયાર વાગ્યે સુનાવણી હાથ ધરાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીવીસીએ બારમી નવેમ્બરે આ મામલામાં સુપ્રીમ કોર્ટને પોતાનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. સીવીસીએ કુલ બે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ક્રમાંક 47મો છે. સીબીઆઈના ડીએસપી એ. કે. બસ્સીની અરજી પર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આજે સુનાવણી થવાની છે. બસ્સીએ રાકેશ અસ્થાના વિરુદ્ધના આરોપોની તપાસ કરી હતી. બાદમાં સીબીઆઈના વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવે બસ્સીની પોર્ટબ્લેયર ખાતે બદલી કરી હતી. બસ્સીએ પોતાની અરજી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સીવીસી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા બે સીલબંધ રિપોર્ટમાં મામલાની તપાસનો અહેવાલ અને નાગેશ્વર રાવના સીબીઆઈના વચગાળાના નિર્દેશક બન્યા બાદ લેવામાં આવેલા નિર્ણયોની યાદી છે. ફોર્સ લીવ પર મોકલાયેલા સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનની સીવીસી સામે પેશી થઈ ચુકી છે. સીવીસીએ આલોક વર્માના મામલામાં કરેલી તપાસને લઈને સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપ્યો છે.

સીબીઆઈ તરફથી તપાસ કમિટીનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એ. કે. પટનાયક કરી રહ્યા છે. લાંચકાંડના વિવાદમાં સીબીઆઈ ચીફ આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને 23 ઓક્ટોબરથી સીવીસીની ભલામણના આધારે કેન્દ્ર સરકારે ફોર્સ લીવ પર ઉતારી દીધા છે. બંને અધિકારીઓ દ્વારા આના સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વર્મા અને અસ્થાનાએ સીવીસી કે. વી. ચૌધરીની આગેવાનીમાં બનેલી સમિતિ સમક્ષ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને ખુદનો બચાવ કર્યો છે.

Related posts

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

Dhruv Brahmbhatt

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!