CBIના વડાના પદ પર મોદીના માનિતા બેસશે, આ 10માંથી એકને લાગશે લોટરી

આલોક વર્માને સરકારે સીબીઆઈ ડાયરેક્ટર તરીકે હટાવ્યા બાદ નવા ડાયરેક્ટરની નિમણૂંક માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા 10 અધિકારીઓની એક પેનલ તૈયાર કરાઈ છે. જેમાંથી કોઈની ડાયરેક્ટ તરીકે પસંદગી થઈ શકે છે. આ પેનલમાં રીના મિત્રાનુ નામ છે. આ સિવાય યુપી કેડરના 1983 બેચના રાજીવરાજ ભટનાગરનુ પણ નામ છે. ભટનાગર હાલમાં સીઆરપીએફના જનરલ ડાયરેક્ટર છે. યુપીના જ 1984 બેચના અધિકારી રજનીકાંત મિશ્રાનું નામ પણ પેનલમાં છે. તેઓ હાલમાં બીએસએફના વડા છે. આસામ મેઘાલય કેડરના 1984ની બેચના વાઈ સી મોદી પણ આ લિસ્ટમાં છે.

રીના મિત્રા અને વાય સી મોદી વચ્ચે લેવાશે

એવુ કહેવાય છે કે અંતિમ નિર્ણય રીના મિત્રા અને વાય સી મોદી વચ્ચે લેવાશે. મોદી પીએમ કેમ્પના મનાય છે . તેમની પાસે અગાઉ 10 વર્ષ સીબીઆઈમાં કામ કરવાનો અનુભવ છે. 2002માં ગુજરાત તોફાનો બાદ સુપ્રીમ કોર્ટે બનાવેલી તપાસ ટીમમાં પણ તેઓ હતો.

અસ્થાના પાસે પણ છે તક

પણ જો સરકાર રાકેશ અસ્થાનાને સીબીઆઈમાં સ્પેશ્યલ ડાયરેક્ટ તરીકે ચાલુ રાખવા માંગે તો વાય સી મોદી માટે રાહ મુશ્કેલ થઈ શકે છે. કારણકે અસ્થાના અને મોદી બંને 1984 બેચના અધિકારી છે. રાકેશ અસ્થાનાને સીબીઆઈ ડાયરેકટર બનાવવાની શક્યતા છે પણ હાઈકોર્ટે તેમની સામેની ફરિયાદ રદ નહી કરીને તેમની પસંદગી મુશ્કેલ બનાવી છે. આ સંજોગોમાં જો મોદી અથવા તો 1984 બેચના અધિકારી ડાયરેક્ટર બનશે તો અસ્થાનાને સીબીઆઈની બહાર જવુ પડશે. મોદી સીબીઆઈ ડાયરેક્ટર બનશે તો એનઆઈએના વડાનું પદ ખાલી પડશે. જોકે અસ્થાના પાસે ડાયરેક્ટર બનવાનો એક મોકો રહેશે. કારણ કે જે પણ સીબીઆઈ ડાયરેક્ટર બનશે તેનો કાર્યકાળ 20121માં પુરો થઈ જશે. જ્યારે અસ્થાનાની નિવૃત્તિ 2021 જુલાઈમાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter