‘દારૂ પીધા બાદ આલોક નાથનો વ્યવહાર બદલાઇ જાય છે’ આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

તાજેતરમાં જ અનેક મહિલાઓએ સિનિયર એક્ટર આલોક નાથ પર સેક્શુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત રિટર-પ્રોડ્યુસર વિંતા નંદાએ તો આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમણે એક પોસ્ટ દ્વારા પોતાની આપવીતી જણાવી હતી. આ મુદ્દે હવે સિનિયર એક્ટ્રેસ હિમાની શિવપુરીએ પણ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આલોક નાથના વ્યવહાર વિશે ઇન્ડસ્ટ્રીમાં સૌકોઇ જાણે છે પરંતુ આ બાબત હવે લોકો સમક્ષ આવી છે.

આલોક નાથ સાથે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ તેમ પણ જણાવ્યું કે, જો આલોક નાથે આવું કર્યુ હોય તો તે ખુબ જ ખરાબ છે. તમે કોઇ મહિલાને તેની મર્જી વિના કંઇ ન કરી શકો. તમે જો મહિલા ઉપર પોતાની તાકાતનો ઉપયોગ કરો તો તે મહિલા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

હિમાની શિવપુરીએ આલોક નાથ સાથે હમ સાથ સાથ હૈ, પરદેસ, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો અને ઘર એક સપના જેવી સિરિયલમાં કામ કર્યુ છે. હિમાનીએ જણાવ્યું કે આલોક નાથે તેની સાથે ક્યારેક દુર્વ્યવહાર નથી કર્યો પરંતુ અન્ય ફિમેલ સ્ટાર્સ સાથે તેમની ગેરવર્તણુક વિશે તેમણે સાંભળ્યું છે.

તેમણે કહ્યું કે, જ્યારે અને દિવસે શુટિંગ કરતં હતાં ત્યારે તેમનો વ્યવહાર સારો હતો પરંતુ દારૂ પીને તેમનો વ્યવહાર બદલાઇ જતો હતો. મે ઘણી મહિલાઓ પાસેથી સાંભળ્યું છે કે તેમની સાથે કામ કરવુ મુશ્કેલ હતુ.

ઉલ્લેખનીય છે કે આલોક નાથ પર ‘તારા’ની રાઇટર અને પ્રોડ્યુસર વનિતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. #MeToo કેમ્પેઇન હેઠળ જ્યારથી સંસ્કારી બાબૂજીનું નામ આવ્યું છે, ત્યારથી તેમણે સોશિયલ મીડિયા પર લોકોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા આલોક નાથની તબિયત લથડી છ.

પોતાના પર લાગેલા આ ગંભીર આરોપોને કારણે એક્ટર આલોક નાથની તબિયત બગડી છે. ડૉકેટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ વિવાદ પર હવે આલોક નાથ તરફથી તેમના વકીલ અશોક સરાવગી વાત કરશે. સરાવગીએ સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે ‘આલોક નાથની તબિયત ખરાબ હોવાના કારણે મીડિયા તેમને સહયોગ આપો. 1-2 દિવસમાં આલોકનાથ પોતે મીડિયા સમક્ષ આવશે. ‘

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter