GSTV

વજન ઘટાડવા માટે રામબાણ ઈલાજ એલોવેરા

એલોવેરા એટ્લે સામાન્ય ભાષામાં કુંવારપાઠું. એલોવેરા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. મોટા ભાગના લોકો ત્વચા માટે જ એલોવેરાનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ એલોવેરાનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ કરવામાં આવે છે. આ બાબતે ઘણા ઓછા લોકો માહિતગાર છે કે એલોવેરાનું જેલ, જ્યુસ કે ગર વજન ઘટાડવા માટેના રામબાણ ઈલાજ છે. એલોવેરાને વચ્ચેથી કાપીને તેનું જેલ આસાનીથી કાઢી શકાય છે.

એલોવેરામાં ઘણા બધા વિટામિન, કાર્બોહાઇટ્રેડ, એંજામીન, એમીનો એસિડ વગેરે ઉપરાંત અન્ય ઘણા પોષક તત્વો ઉપલબ્ધ છે. જે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

એલોવેરા જેલને પાણીમાં, જ્યુસ બનાવી ઉપયોગમાં લઈ શકાય છે ઉપરાંત તેને ખાઈ પણ શકાય છે. ખાલી પેટે આ જ્યુસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં આ જ્યુસ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ એલોવેરા જેલ ફક્ત વજન ઘટાડવામાં જ ઉપયોગી નથી પરંતુ સાથે સાથે શરીરની અન્ય કેટલીક બીમારી દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. એલોવેરાનો રસ પીવાથી વિટામિન એ, બી૧, બી૨, સી, ઇ, ફોલિક એસિડ વગેરે પૂરતા પ્રમાણ માં મળી રહે છે.

એલોવેરાનો રસ પાચન ક્રિયા ઠીક કરવામાં ઉપયોગી છે. શરીરના મેટોબેલીજ્મ રેટ ને ઠીક કરે છે અને સાથે જ આ રસ શરીરમાં પ્રાકૃતિક એંટીઓક્સિડંટનું સર્જન કરે છે. મધ અને લીંબુપાણી સાથે એલોવેરાના રસને મેળવી તેનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભદાયી છે.

 

Related posts

આકાશમાંથી અચાનક પડવા લાગ્યાં કાળા રેશા, સોશયલ મીડિયામાં વહેતી થઈ અફવાહો

Mansi Patel

ક્રિકેટર કપિલ દેવને હોસ્પિટલમાં અપાઈ રજા, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં કરાવી હતી સર્જરી

Pravin Makwana

ખુશખબર : અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો, ડીસ્ચાર્જ રેટ ૯૬ ટકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!