માથામાં ફક્ત આટલા સમય માટે લગાવો એલોવેરા જેલ, વાળની દરેક સમસ્યાથી મળી જશે છુટકારો

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘા કે ખીલ થવામાં તો ઘટાડો જોવા મળવા લાગે છે. એલોવેરા જેલથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને સાથે-સાથે કરચોલીઓથી પણ છુટકારો મળે છે. સાથે જ તેને ખાવાથી પણ સાંધામાં થતા દુઃખાવાની મુશ્કેલીમાં પણ આરામ મળે છે. એલોવેરા જેલનાં અનેક ફાયદા વિશે તમે સાંભળ્યું હશે. ઘણા લોકો તેને ચહેરા પર લગાવે છે અને અમુક લોકો આને ખાતા પણ હોય છે. પરંતુ અનેક લોકો આનો ઉપયોગ વાળ માટે પણ કરતા હોય છે. આ જેલને વાળનાં મૂળ પર લગાવવામાં આવે છે.

જો કે શું તમને ખ્યાલ છે, કે એલોવેરા જેલને વાળ પર લગાવવાથી શું ફાયદો થાય છે? કેમ કે એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ડાઘ-ખીલોમાં પણ ઘટાડો થતો જોવાં મળે છે. ચહેરાની ચમક પણ વધે છે અને કરચલીઓથી પણ છુટકારો મળે છે.

માથામાં આવતી ખંજવાળથી આપશે રાહત
એલોવેરા જેલમાં હાજર એન્ટી-ઇફ્લામેટરી પ્રોપર્ટીઝ માથાની ખંજવાળને પણ દૂર કરી નાખે છે.
આને માટે એલોવેરા જેલને સીધી રીતે આપ સ્કૈલ્પ પર રગડીને મસાજ કરો. આવું નાહવાનાં 20 મિનીટ પહેલા કરો. આ મસાજ બાદ વાળને શેમ્પૂથી ધોઇ નાખો.

વાળના ગ્રોથમાં થશે વધારો
એલોવેરા જેલમાં પ્રોટિયોલિટિક એન્જાઇમ્સ હાજર હોય છે કે જે હેર ગ્રોથને બૂસ્ટ કરે છે. વાળને વધારવા અને ઉગાડવા માટે આપ 2 ચમચી એલોવેરા જેલને 2 ચમચી બદામ તેલ, એક ઇંડું (સફેદ ભાગ) અને 1 ચમચી દહીંમાં મિક્ષ કરીને માસ્કની જેમ લગાવી શકો છો. આ સિવાય આપ એલોવેરા જેલને માત્ર બદામ તેલમાં પણ ભેળવીને સ્કૈલ્પની મસાજ કરી શકો છો.

ખોડાથી મળશે રાહત
એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. જે કારણોસર ડેન્ડ્રફને ઓછો કરવામાં પણ મદદ મળી રહે છે.
2 ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી મધ અને 2 ચમચી દહીં મેળવીને તેની પેસ્ટ બનાવો. આને સ્કૈલ્પ પર લગાવો અને 15 મિનીટ બાદ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાખો. આ સિવાય આપ 3 ચમચી એલોવેરા જેલમાં 10 ટીપાં લીંબુ તેલ ભેળવીને આપ ડેન્ડ્રફને દૂર કરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter