એલોવેરાને કુવારપાઠું પણ કહેવાય છે. તેની ગણના ઔષધીમાં પણ થાય છે. આ છોડ વર્ષભર લીલો રહે છે. તેની ઉત્પતી દક્ષિણી યુરોપ એશિયા અથવા આફ્રિકાના સુકા પ્રદેશોમાં થતી હોવાનું માનવામાં આવે છે. ભારતમાં એલોવેરાનું ઉત્પાદન સૌંદર્ય પ્રસાધન સાથે સાથે દવા બનાવા માટે પણ કરવામાં આવે છે. એલોવેરાની પટ્ટીનો ઉપયોગ વ્યવસાય તરીકે પણ થાય છે.

માટી અને તાપમાન
એલોવેરાની કમર્શિયલ ખેતી શુષ્ક વિસ્તારથી લઈને સિંચાઈવાળા મેદાની વિસ્તારમાં પણ કરી શકાય છે. પણ આજે દેશના લગભગ તમામ વિસ્તારોમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનો કમર્શિયલ લેવલ પર પ્રોડ્કશન થઈ રહ્યુ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને બહુ ઓછા પાણીએ સરળતાથી ઉગાડી શકાય છે. એલોવેરાની સારામાં સારી ખેતી માટે તાપમાન 20થી 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ. પણ આ છોડ કોઈ પણ તાપમાન પર પોતાની જાતને બચાવી રાખવા સક્ષમ છે.

એલોવેરાની જાત
આઈસી- 111271, આઈસી – 111280, આઈસી – 111269 અને આઈસી 111273નું કમર્શિયલ ઉત્પાદન કરવામાં આવે છે. આ જાતમાંથી મળતા એલોડીનની માત્રા 20થી 23 ટકા હોય છે.
કેન્દ્રીય ઔષધીય સંઘ સંસ્થાએ સિમ-શીતળ, એલ 1,2,5 અને 49 ને ખેતી માટે ટેસ્ટીંગ ઉપરાંત આ જાતિઓમાંથી વધારે માત્રામાં જૈલ મળે છે. તેનો પ્રયોગ ખેતી માટે કરવામાં આવે છે.
જો આપ એલોવેરાની ખેતી મોટા પાયે કરવા માગો છો, તો તેના ચાર પત્તાવાલી ચાર મહિના જૂની 20-25 સેન્ટીમીટર લંબાઈ વાલા છોડની પસંદગી કરવી જોઈએ. એલોવેરાના છોડની આ ખાસિયત હોય છે કે, તેને ઉખાડ્યાના મહિના બાદ પણ લગાવી શકાય છે.

ખાતર અને દવા
એલોવેરાની ખેતી ઓછી ઉપજાઉ જમીન પર થાય છે. સાથે જ ઓછુ ખાતર હોય તો પણ સારામાં સારૂ ઉત્પાદન આપે છે. પણ સારી ઉપજ માટે ખેતરને તૈયાર કરતી વખતે 10-15 ટન સડેલુ ગોબરનું ખાતર પ્રતિ હેક્ટરના દરે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ગુણવત્તામાં વધારો થશે.

સિંચાઈ અને કીટ નિયંત્રણ
છોડની રોપણી કર્યા બાદ પાણી આપવામાં આવે છે. ડ્રિપ ઈરિગેશન અથવા સંપ્રિક્લરથી તેની સિંચાઈ કરવામાં આવે છે. તેને એક વર્ષમાં ત્રણથી ચાર સિંચાઈની જરૂર પડે છે. કીટ નિયંત્રણ માટે સમય સમયે ખેતરનું ધ્યાન રાખવુ જોઈએ. છોડની આસપાસ પાણી રોકાવું જોઈએ નહીં.
READ ALSO
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ
- ક્રિકેટના ફોર્મેટના ભવિષ્યને લઇ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, ભવિષ્યમાં માત્ર …
- Low Blood Pressure/ લો બ્લડ પ્રેશરના સમયે જરૂર ખાઓ ફ્રૂટ્સ, તરત જ કંટ્રોલમાં આવશે બીપી
- બાંધકામો નિયમિત કરવા માટે માત્ર સાત હજાર 500 અરજીઓ જ આવી, ઈમ્પેક્ટ ફીના કાયદાનો ઈમ્પેક્ટ પડ્યો કે નહી?