GSTV
Home » News » લ્યો બોલો! અડધો અડધ પાકિસ્તાનીઓને નથી ખબર Whatsapp શું છે, આટલા લોકોએ તો નામ પણ નથી સાંભળ્યું

લ્યો બોલો! અડધો અડધ પાકિસ્તાનીઓને નથી ખબર Whatsapp શું છે, આટલા લોકોએ તો નામ પણ નથી સાંભળ્યું

Whatsapp એક એવી પોપ્યુલર એપ છે જેના વિશે ભાગ્યે જ કોઇ એવું હશે જે નહી જાણતું હોય. પરંતુ પાકિસ્તાનમાં થયેલો એક સર્વે ચોંકાવનારો છે. સર્વેમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં 39 ટકા લોકો જ Whatsappનો ઉપયોગ કરે છે. આ વાતનો ખુલાસો ગેલપ એન્ડ ગિલાની પાકિસ્તાનના સર્વેમાં થયો છે.

આ સર્વે અનુસાર, દેશમાં 39 લોકો જ એવા છે જે Whatsapp યુઝ કરે છે. સાથે જ દેશની અન્ય 61 ટકા વસ્તી તો Whatsapp વિશે જાણતી જ નથી અથવા તો તેમાં રસ નથી ધરાવતી.

સર્વેમાં જાણવા મળ્યું છે કે જો શહેરી અને ગ્રામીણ એમ બે અલગ-અલગ વિશ્લેષણ કરવામાં આવે તો શહેરોમાં 48 ટકા વસ્તી Whatsapp યુઝ કરે છે.

ત્રણ ટકા લોકો તેના વિશે જાણતા નથી. ગામડામાં 34 ટકા લોકો જ Whatsappનો ઉપયોગ કરે છે. જ્યારે 6 ટકા લોકોએ તો Whatsappનું નામ સુદ્ધાં નથી સાંભળ્યું.

સર્વે દ્વારા આ જાણકારી પણ સામે આવી છે કે 30 વર્ષથી ઓછી ઉંમરના 46 ટકા લોકો Whatsapp યુઝ કરે છે. 30થી 50 વર્ષની ઉંમરના 36 ટકા અને 50 વર્ષથી વધુની ઉંમરના 8 ટકા લોકો જ Whatsapp યુઝ કરે છે.

આ ઉપરાંત આ સર્વેમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં 59 ટકા પુરુષ અને માત્ર 25 ટકા મહિલાઓ જ Whatsapp યુઝ કરી રહી છે.

Read Also

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!