GSTV
Home » News » ‘ભારત’ની સદી : દર્શકો પર ચડ્યો ‘સલમાન ફિવર’, ફિલ્મે 100 કરોડના ક્લબમાં કરી એન્ટ્રી

‘ભારત’ની સદી : દર્શકો પર ચડ્યો ‘સલમાન ફિવર’, ફિલ્મે 100 કરોડના ક્લબમાં કરી એન્ટ્રી

ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ની રજૂઆત થઈ હતી. બોલીવુડમાં કહેવામાં આવે છે કે, સલમાન ખાન ફક્ત નામ જ કાફી છે. તેમના નામથી જ ફિલ્મ ચાલી જાય છે. ત્યારે આ ફિલ્મે તો ફક્ત 3 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી લીધી છે અને હજી પણ કમાણીનો આંકડો પાર કરી રહી છે. આગામી બે દિવસ એટલે કે, વિકેન્ડના દિવસોમાં ફિલ્મ વધુ 100 કરોડની કમાણી કરે તેવી સંભાવનાઓ છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘ભારત’ના કલેક્શનના આંકડા ટ્વિટ કરતા કહ્યું કે, ફિલ્મે પહેલા દિવસે બુધવારે 42.30 કરોડની કમાણી કરી જ્યારે બીજા દિવસે ગુરુવારે 31 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બે દિવસમાં કુલ 73.30 કરોડ રૂપિયાની કમાણી તો ફક્ત ભારતમાં જ કરી લીધી છે.

bharat box office

‘ભારત’ ફિલ્મ બોલિવૂડની સેકન્ડ હાઈએસ્ટ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ અગાઉ પહેલો નંબર આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નો હતો. સલમાન ખાનની ફિલ્મની વાત કરીએ તો, સલમાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ હાઈએસ્ટ ઓપનિંગ કરનારી ફિલ્મ હતી જે હવે પાછળ ધકેલાઈને ભારત હાઈએસ્ટ ઓપનિંગમાં નંબર વન પર આવી ગઈ છે.

salman bharat eid

ફિલ્મને દેશમાં રિલિઝ કરી તે ઉપરાંત અન્ય 70 દેશોમાં 1300 સ્ક્રિન પર રિલીઝ કરાઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ ,દિશા પટાની, તબ્બુ જેવા કલાકારો છે. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યુ છે. ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી છે. ‘ભારત’ને ક્રિટિક્સે રેટિંગ 3થી 5ની વચ્ચે આપેલા છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva

VIDEO : મોટેરા સ્ટેડિયમમાં ચાલતી તૈયારીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

Nilesh Jethva

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!