શાહરૂખ ખાનનું સ્ટારડમ સલમાનને આભારી, આ ફિલ્મો ન ઠુકરાવી હોત તો..

‘દબંગ ખાન’ ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 31 વર્ષ થઈ ગયા છે. સલમાને ‘બીવી હો તો એસી’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાનનો સપોર્ટિગ રોલ હતો. આ પછી સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ માં સલમાન ખાન નજર આવ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ અને રાતોરાત સલમાન સુપરસ્ટાર બની ગયા. સલમાને ત્યારબાદ પણ પાછળ ફરીને જોયું નથી. ઘણાં ઓછા લોકો આ વાતને જાણે છે કે ભાઈજાને પોતાના ફિલ્મી કરિયરમાં એવી ફિલ્મોની ઓફર્સ ઠુકરાવી છે જે બ્લોકબસ્ટર હતી. તો આજે તમને એ ફિલ્મોનાં નામ જણાવીએ કે જેને સલમાને એક ઝટકામાં ઠુકરાવી દીધી હતી.

ચક દે ઈન્ડિયા

‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મ રિલીઝ થતા જ બોકસ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મથી ફકત મહિલા હોકીની દિશા જ નહિં દશા પણ બદલી હતી. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય કેરેકટરમાં હતા. કહેવામાં આવે છે કે આ ફિલ્મની ઓફર સલમાન ખાનને પણ મળી હતી.

બાજીગર

વર્ષ 1993માં રિલીઝ થયેલ ફિલ્મ ‘બાજીગર’માં કિંગ ખાનની નકારાત્મક ભૂમિકાને લોકો આજે પણ યાદ કરે છે. આ ફિલ્મ શાહરૂખ ખાનનાં કરિયરમાં માઈલ સ્ટોન તરીકે સાબિત થઈ. કહેવામાં આવે છે કે આ ફિલ્મ માટે પણ સલમાન ખાનને અપ્રોચ કર્યા હતા.

જોશ

શાહરૂખ ખાનની ‘જોશ’ ફિલ્મ માટે પણ સલમાન ખાનને અપ્રોચ કર્યા હતા. ખબરો મુજબ આમિરને પણ આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય એશ્વર્યા રાય બચ્ચન પણ છે. તે બંન્નેએ આ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકા ભજવી છે. બની શકે છે કે આ કારણના લીધે જ સલમાને આ ફિલ્મ કરવાની ના પાડી હોય.

ગજની

આમિર ખાનની થોડા સેકેંડ પછી ભૂલી જવાની ફિલ્મ ‘ગજની’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં આમિર ખાનની બોડી થી લઈને ફિલ્મની સ્ટોરી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. કહેવામાં આવે છે કે આમિર પહેલા આ ફિલ્મ માટે સલમાનની સાથે વાત કરવામાં આવી હતી.

કલ હો ના હો

કરણ જોહરની ફિલ્મ ‘કલ હો ના હો’ આપણા સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય સેફ અલી ખાન અને પ્રીતિ ઝિંટા મુખ્ય કેરેકટરમાં હતી. કહેવામાં આવે છે કે સેફની ભૂમિકા પહેલા સલમાન ખાનને ઓફર થઈ હતી પરંતુ તેમણે આને પણ ઠુકરાવી દીધી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter