આ સુપરસ્ટારે પ્રિયંકા સાથે નિભાવી દુશ્મની, નિમંત્રણ છતાં લગ્નમાં નહી થાય સામેલ

બોલીવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બાદ હવે પ્રિયંકા ચોપરા પોતાના વિદેશી મંગેતર નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. પ્રિયંકા અને નિકના લગ્નમાં કયા સ્ટાર્સ હાજર રહેશે તેને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેવા અહેવાલ મળ્યાં હતાં કે પ્રિયંકાએ પોતાના લગ્નમાં એક પણ બોલીવુડ સ્ટારને આમંત્રિત નથી કર્યા પરંતુ તેના લગ્નમાં કેટલાંક હોલીવુડ સ્ટાર સામેલ થઇ શકે છે.

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિંયંકા ચોપરાના લગ્નને લઇને જબરદસ્ત માહોલ છે. 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તવા જઇ રહેલા આ રૉયલ વેડિંગમાં પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યાં હજુ સુધી લગ્નમાં બોલીવુડ સેલેબ્રિટીઝના સામેલ થવા પર પ્રશ્નાર્થ છે ત્યાં એક્ટ્રેસના ડ્રીમ વેડિંગમાં હૉલીવુડ સ્ટાર ડ્વેન જૉનસન એટલે કે ધ રૉક સામેલ થશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નમાં તમામ ભારતીય રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવશે. આ લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે મળતી ચોંકાવનારી માહિતી પ્રમાણે પ્રિયંકાના લગ્ન માટે સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તે આ લગ્નમાં હાજરી નહીં આપે.

હાલમાં જ ફિલ્મ ‘ભારત’ને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો, જ્યારે શૂટિંગથી કેટલાક સમય પહેલા પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. સલમાને હવે પ્રિયંકાના લગ્નમાં હાજરી ન આપવાનો નિર્ણય કરીને પોતાની દુશ્મની કાઢી હોય એમ લાગે છે. સલમાનની સાથે પ્રિયંકાએ ‘મુઝસે શાદી કરોગી’ અને ‘ઓહ માઈ ગોડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સિવાય પ્રિયંકાના લગ્નના રિસેપ્શનમાં શાહરુખ ખાન શામેલ નહીં થાય કારણ કે તેને રિસેપ્શન કાર્ડ મોકલવામાં પણ નથી આવ્યું. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાનની બહેન અર્પિતા ખાન જ હાજર રહેશે. અર્પિતાની સાથે સોહેલ અથવા અરબાઝ ખાન પણ રિસેપ્શનમાં જઈ શકે છે. પ્રિયંકાના રિસેપ્શનમાં આમિર ખાન પણ હાજર નહીં રહે.

જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છે.જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાનારા શાહી લગ્ન માટે પ્રિયંકા અને નિક જોધપુર પહોચી ગયા છે.જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા અને નિકના આગમન સમયે તેમના ચાહકોની ભારે ભીડ જામી હતી. જયારે કે, ઉમેદ ભવન પેલેસ ખાતે આજે પ્રિયંકાની મહેંદી સેરેમની યોજાવવાની છે અને આવતીકાલે તેમની શાનદાર સંગીત સેરેમની યોજાશે.પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ પ્રિયંકા અને નિક મુંબઇ અને દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરવાના છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter