GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

શિવસેનાએ ભાજપ પર સાધ્યું નિશાન, જાણો ભાજપ ક્યા મુદ્દે લડશે આગામી ચૂંટણી

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના સાથીપક્ષ શિવસેનાએ કહ્યું છે કે ફૂગાવાનો દર, બેરોજગારી, નોટબંધી, ખેડૂતોની આત્મહત્યા અને રામમંદિર જેવા મુદ્દાઓ હવે પાછળ ધકેલાઈ ચુક્યા છે. ભાજપ મિશેલના નામે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. શિવસેનાના મુખપત્ર સામાના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ જેવી રીતે અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઘેરી રહી છે. તેના પરથી લાગે છે કે દેશના મુખ્ય મુદ્દાઓ પાછળ ધકેલાઈ જશે અને ચૂંટણીમાં ભાજપનું મિશેલ પુરાણ જ ચાલશે.

શિવસેનાએ કહ્યું છે કે અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં લાંચ લેવાના આરોપો લાગ્યા છે અને દોષિત ચાહે ગમે તેટલા મોટા હોય પણ તેમને બક્ષવા જોઈએ નહીં. પરંતુ મિશેલે સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓના નામ લીધા છે. તો તેનાથી જનતા રફાલ ગોટાળાને ભૂલી જવાની નથી. શિવસેનાનો આરોપ છે કે જ્યારે મિશેલનું દુબઈથી પ્રત્યાર્પણ થયું હતું. તે વખતે પાંચ રાજ્યોની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો અને ભાજપ ખુદ પરેશાન હતું.

વડાપ્રધાન મોદીએ કેટલીક ચૂંટણીસભાઓમાં મિશેલનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો હતો કે કેટલાક ધમાકેદાર ખુલાસા થશે અને તેઓ કોઈને પણ બક્ષવાના નથી. હવે સમજમાં આવી રહ્યુ છે કે ઈશારો કોની તરફ હતો. શિવસેનાના મુખપત્ર સામનામાં જણાવવામાં આવ્યું છે કે મિશેલ વિરુદ્દ તપાસ શરૂ થતા પહેલા જ મોદીનો ગાંધી પરિવાર તરફ સંકેત કરવો હાસ્યાસ્પદ હતું અને તેનાથી સ્પષ્ટ થાય છે કે તપાસની દિશા શું છે. મિશન મિશેલનો ઉદેશ્ય 2019 છે.

શિવસેનાએ કહ્યું છે કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને અન્યોને ક્લિનચિટ એટલા માટે મળી ગઈ. કારણ કે સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે એજન્સી પર ભાજપના મોટા નેતાઓનું નામ લેવા માટેનું દબાણ હતું. શિવસેનાએ કહ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં હોત, તો ભાજપના નેતાઓના નામ આરોપીઓની યાદીમાં રહેત. આવું એટલા માટે. કારણ કે સરકારી તંત્ર બે-ચાર લોકોને આધિન છે અને રાજકીય વિરોધીઓને ઠેકાણે લગાવવા માટે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.

Related posts

કોરોનાએ 5 રાજ્યોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પાડી, જાણો કયા રાજ્યમાં કેવી છે સ્થિતી

Dilip Patel

મોદી સરકારને લપડાક, RBI ના ગર્વનરે સ્વીકાર્યું કે 100 વર્ષમાં અર્થતંત્રની સૌથી ગંભીર સ્થિતિ

pratik shah

કોરોનાનો ડર લાગે છે તો આ વીમો લઈ લો : ખર્ચની ચિંતા છોડો, સાવ સસ્તું પ્રીમિયમ 447 થી શરૂ કરીને આટલા સુધી આવરી લેવાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!