GSTV

હરિયાણા ભાજપમાં ડખા/ ભાજપના જ નેતાઓ એકબીજાને દેખાડી રહ્યાં છે પાવર, વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો

હરિયાણા

Last Updated on July 30, 2021 by Damini Patel

ભાજપે કર્ણાટકમાં યેદુરપ્પાને ખસેડીને અસંતોષને શાંત પાડયો ત્યાં હવે હરિયાણામાં ડખો થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજ સામસામે આવી ગયા છે. ખટ્ટરે ગૃહ અને આરોગ્ય બંને મંત્રાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પોતાના માનીતા રાજીવ અરોરાને મૂક્યા છે કે જેથી વિજને કાબૂમાં રાખી શકાય.

ખટ્ટર કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી

વિજ લાંબા સમયથી અરોરાને કોઈ પણ એક મંત્રાલયમાં રાખવા કહ્યા કરે છે પણ ખટ્ટર સાંભળતા નથી. વિજની દલીલ છે કે, ગૃહ અને આરોગ્ય બંને મહત્વનાં મંત્રાલય છે પણ એક જ અધિકારી પાસે ચાર્જ હોવાથી કામ અટવાઈ ગયાં છે. ખટ્ટર કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી તેથી અકળાયેલા વિજે હાઈકમાન્ડને ફરિયાદ કરી છે.

ખટ્ટર અને વિજ આ પહેલાં રાજ્યના પોલીસ વડા તરીકે મનોજ યાદવને ચાલુ રાખવાના મુદ્દે પણ સામસામે આવી ગયા હતા. ખટ્ટર યાદવને ચાલુ રાખવા નહોતા માંગતા પણ વિજે યાદવને એક્સટેન્શન અપાવીને પોતાનો પાવર બતાવ્યો હતો. હવે અરોરા મારફતે વિજને પરેશાન કરીને ખટ્ટર પોતાનો પાવર બતાવી રહ્યા છે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!