GSTV

રાજ્યભરમાં મેઘાડંબર: નદીઓ-ડેમમાં થઇ નવા નીરની આવક, ખેડૂતો ખુશખુશાલ

વરસાદે

Last Updated on July 25, 2021 by Zainul Ansari

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે એવામાં મેઘરાજાએ રાજ્યમાં વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાવી દીધી હતી. બીજી તરફ ડેમ, નદીઓ, તળાવોમાં નવા નીરની આવક થઇ છે. સાર્વત્રિક વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે.

RAIN

ભરૂચ જિલ્લામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભરૂચના જબુંસરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ટંકારી ભાગોળના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

તાપીના વ્યારામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત

તાપીના વ્યારામાં પણ મેઘમહેર થઇ હતી. વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વ્યારા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંક ભારે તો કેટલાક સ્થળે ધીમીધારે વરસાદ પડયો હતો.

પાનમ ડેમમાં નવા નીરની આવક

પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં નવા નીરની આવક થઇ હતી. પાનમ ડેમમાં 1441 ક્સુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી ૪૦૦ ક્યુસેક પાણીની જાવક થઇ હતી. હાલ ડેમની જળસપાટી ૧૨૦. ૬૫ મીટર છે. જ્યારે ભયજનક સપાટી ૧૨૭. ૪૧ મીટર છે.

સાર્વત્રિક વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી

અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે માલપુરના રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ વહેતો જોવા મળ્યો. સાર્વત્રિક વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. ખેતરોમાં વાવેતર બાદ વરસાદ વરસવાને કારણે પાકને જીવનદાન મળ્યું છે. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું

છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ભારે વરસાદથી હેરણ નદીમા ઘોડાપુર આવ્યુ છે. અને હેરણ નદી પરનો અંગ્રેજ શાસના સમયનો રાજવાસણા આડબંધ સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો છે. હેરણ નદી 90 કિલો મીટર વિસ્તારમાં પસાર થતી હોય છે. અને તેના પર આડબંધ ઓવરફ્લો થતા લોકો ડેમ જોવા ઉમટી પડ્યા છે.

ઓરસંગ નદી ગાંડીતુર બની

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી ગાંડીતુર બની. પાણીના પ્રવાહને કારણે ઓરસંગ નદી પર દરિયાની જેમ પાણીના મોજા ઉછળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઓરસંગ નદી પર તાજેતરમાં જ બનાવવામાં આવેલો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો.

છોટાઉદેપુરના છ તાલુકાઓમાં સીઝનમાં પ્રથમવાર મેઘરાજ મેહરબાન થયા

છોટાઉદેપુર જિલ્લામાં સવારથી મેઘો મુશળધાર બન્યો હતો. છોટાઉદેપુરની ઓરસંગ,,,હેરણ,,,કરા,,ધામણી સહિત ટોકરવા નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. છ તાલુકાઓમાં સીઝનમાં પ્રથમવાર મેઘરાજ મેહરબાન થયા હતા. જિલ્લામાં ચાર કલાકમાં કવાંટમાં 5 ઇંચ, બોડેલીમાં ત્રણ ઇંચ, પાવીજેતપુરમાં બે ઇંચ, છોટાઉદેપુરમાં દોઢ ઇંચ, સંખેડામાં એક ઇંચ, નસવાડીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજકોટમાં વાતાવરણ ઠંડુગાર બન્યું

રાજકોટના ગોંડલમાં પણ બીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત છે. કાળાડિબાંગ વાદળો વચ્ચે અવિતર મેઘમહેરને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો ગોંડલના રસ્તાઓ પર પાણી જમા થયું છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસવાને કારણે ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે.

ઝરણાંઓ સજીવન બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા

બીજી તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં પણ વરસાદને કારણને નદીમાં નવા નીર આવ્યા. વરસાદને કારણે પહાડોમાં ઝરણાંઓ સજીવન બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા.

મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો

અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મોડાસાના દધાલીયા,જંબુસર, મોતીપુરા, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દધાલીયા ગામના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

સાપુતારામાં વરસાદ પડતા પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

સાપુતારામાં વરસાદની હેલી વચ્ચે બહોળી સંખ્યામાં પર્યટકો મજા માણવા ઉમટી પડ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓની ભીડને કારણે સાપુતારા ઘાટમાર્ગમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. માલેગામ ટોલબુથ પર ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી.

જુનાગઢમાં બપોર સુધી પાંચથી સાત ઇંચ વરસાદ વરસ્યો

જુનાગઢના માણાવદર તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. સવારથી બપોર સુધીમાં પાંચથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. તો મટીયાણા નાગેશ્રી સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર થઇ હતી. પાદરડી નગીચાણા સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. ગામની નદીઓમાં નવા નીરની આવક થઇ હતી.

લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી

બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થઇ. ધારીના મોરઝર. હરિપરા. કુબડા અને ડાંગા વદર સહિતના ગામોમાં વરસાદ થયો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!