GSTV
Home » News » સાબરકાંઠા RTOનો છબરડો, ફોર વ્હીલર અને ટુ વ્હીલરને એક જ નંબર ફાળવી દીધો

સાબરકાંઠા RTOનો છબરડો, ફોર વ્હીલર અને ટુ વ્હીલરને એક જ નંબર ફાળવી દીધો

સામાન્ય રીતે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ગાડીના નંબરની સીરીજો અલગ અલગ હોય છે. જો કે સાબરકાંઠા આર.ટી.ઓનાં તત્કાલીન અધિકારીઓને આની સૂઝ નહીં હોય કે કોઈ બીજા કારણોસર ફોર વ્હીલરના નંબર ટુ વ્હીલરને એક જ નંબર ફાળવી દેવાયો. જેના કારણે એક જ નંબરના બે વાહન રસ્તા પર ફરી રહ્યા છે.

આ છે પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના અમિતભાઈ પટેલ. છેલ્લા ૩ મહિનાથી તેઓ હિમતનગર આર.ટી.ઓના ચક્કર ખાઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે વર્ષ ૨૦૦૦માં તેમણે ખેતી કામ માટે ટ્રેક્ટર ખરીદેલું. આર.ટી.ઓ વિભાગે આ ટ્રેક્ટરને જી.જે.૦૯.ઈ.૫૮૯૨ નંબર ફાળવેલો. જો કે હાલમાં આ ટ્રેક્ટરનું રી-પાસીંગ કરવાનું આવ્યું ત્યારે તેઓ આર.ટી.ઓમાં જઈને ચોંકી ગયા. કેમ કે તેમના ટ્રેક્ટરના નંબરનું એક બાઈક પંચમહાલ જીલ્લામાં ફરી રહ્યુ છે. આર.ટી.ઓના નિયમ પ્રમાણે ફોર વ્હીલર ગાડીના નંબરની સીરીજ અને ટુ વ્હીલર નંબરની સીરીઝ અલગ હોય છે.

ત્યારે આ ટ્રેક્ટર અને બાઈકનો નંબર એક જ કઈ રીતે ફાળવાયો એ મોટો સવાલ છે. ત્યારે સાબરકાંઠા આર.ટી.ઓ અધિકારીને આ બાબતે પૂછતાં તેમણે પંચમહાલ આર.ટી.ઓની ભૂલથી આ થયું હોવાનું જણાવ્યું હતું. આર.ટી.ઓની ભૂલથી છેલ્લા ત્રણ માસથી અમિતભાઈ ચક્કરે ચડી ગયા છે. તો બીજી બાજુ બંને જીલ્લાની આર.ટી.ઓ ટીમના પાપે ટ્રેક્ટર ઘરજમાઈ પડી રહ્યું છે. બહાર જો તેઓ નીકળે તો ટ્રાફિક પોલીસની ધાક, ટ્રેક્ટર વેચવું છે પણ પણ નંબરના ડખા છે. ત્યારે હાલમાં આર.ટી.ઓએ તેમની હાલત જાયે તો જાયે કહા જેવી કરી દીધી છે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!