GSTV

લવ જેહાદના વિવાદ વચ્ચે હાઈકોર્ટનો ચૂકાદો: યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર

દેશભરમાં લવ જેહાદના છેડાયેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે આંતર ધર્મિય લગ્ન પર મહત્વનો ચુકાદો આપીને કહ્યું છે કે, યુવાઓેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. કાયદો બે પુખ્ત વ્યક્તિઓને એક બીજા સાથે રહેવાની પરવાનગી આપે છે.

હિન્દૂ દીકરીના લગ્નનો મામલો કોર્ટ પહોંચ્યો

અલ્હાબાદના કુશીનગરમાં રહેતા સલામત અન્સારી અને પ્રિયંકા ખરવારે પરિવારની મરજી વિરુધ્ધ લગ્ન કર્યા હતા. બંનેએ મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ પ્રિયંકા મુસ્લિમ ધર્મ અપનાવીને આલિયા બની ગઈ છે. પ્રિયંકાના પરિવારે પુત્રીના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લવ જેહાદ

યુવતીએ ફરિયાદ રદ્દ કરવા કરી માંગ

એ પછી સલામત તેમજ પ્રિયંકા ઉર્ફે આલિયા હાઈકોર્ટમાં ગયા હતા અને પોલીસ ફરિયાદ રદ કરવા માટે માંગણી કરી હતી. બીજી તરફ પ્રિયંકાના પિતાએ કહ્યું હતું કે, લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે અને એટલે જ આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.

યુવતીના પરિવારે લગ્નને ગણાવ્યા ગેરકાયદેસર

જોકે કોર્ટે કહ્યું હતું કે, પ્રિયંકા ઉર્ફે આલિયા તેમજ સલામતને કોર્ટ હિન્દુ મુસ્લિમ તરીકે જોતી નથી અને બે યુવાઓના સ્વરુપે જુએ છે. બંધારણે તેમને પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર આપ્યો છે. તેમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. સાથે સાથે કોર્ટે કહ્યું હતું કે, પુત્રી પિતાને મળવા માંગે છે કે નહીં તે પિતાની મરજી પર નિર્ભર રહેશે. જોકે પુત્રી પરિવાર સાથે યોગ્ય વ્યવહાર કરશે તેવી કોર્ટને આશા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન

Pravin Makwana

ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે

Mansi Patel

આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!