GSTV
Gandhinagar Trending Uncategorized ગુજરાત

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા : પેપર ફૂટ્યું હોવાનો દાવો, વ્હોટ્સએપ સ્ક્રીન શોટ્સ વાયરલ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી એક વખત વિવાદમાં આવી છે. બિન સચિવાલય પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. સાથે જ પેપરમાં જે પ્રશ્નો છે તેમના જવાબના વ્હોટ્સએપ સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે. પેપરનો સમય 12 થી 2 વાગ્યાનો હતો જ્યારે કે વાયરલ થયેલા જવાબનો સમય પણ 12 થી 1 વાગ્યા દરમ્યાનનો છે. જે સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે તે જ પ્રશ્નો આજની પરીક્ષામાં પૂછાયા છે. આથી વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

બિન સચિવાલયની કલાર્કની પરીક્ષા ન જાણે ક્યાં મુર્હુતમાં જાહેર કરાઇ છેકે કોઇને કોઇ રીતે વિવાદમાં આવી રહી છે. પહેલા 12 પાસને લઇને વિવાદ થયો ત્યારબાદ હવે પરીક્ષા જાહેર કરાઇ તેમાં આજે યોજાયેલી પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં બપોરે 3 વાગ્યા સુધી પેપર ચાલુ હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ પરીક્ષાનો સમય બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો હતો. તેને બદલે સુરેન્દ્રનગર સેન્ટરમાં 3 વાગ્યા સુધી કેટલાક વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા. જેને લઇને કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3 હજાર 700 જગ્યા માટે આજે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા માટે ગુજરાતભરમાંથી 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં પેપર ફૂટ્યાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ આરોપ કરતા કહ્યું હતું કે કોલેજમાં પેપરના સીલ તૂટેલા હતા. જે મામલે નાયબ મુખ્ય મંત્રીએ મહેસાણાના કાર્યક્રમમાં હાજરી વખતે આ મામલે હું અજાણ છુ. તેમ કહીને આ મામલે કહી પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાના ગણતરીના કલાક પહેલા પરીક્ષાના કેન્દ્ર બદલાવવામાં આવતા 43 હજાર ઉમેદવારોના ભાવિ સાથે છેડા કરવામાં આવ્યા. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે છેલ્લી ઘડીએ લીધેલા નિર્ણયના કારણે ફરી એકવાર સરકારની આબરૂના ધજાગરા ઉડ્યા છે.

તો ચોટીલા રોક ઓફ ગ્લોરી શાળામાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે શાળાની અંદર પેપર લખાવવામાં આવ્યા છે. સંચાલક અને મળતિયાઓએ કેમેરાથી બચવા લોબીમાં ઉભા રહી કેટલાક પરીક્ષાર્થીઓને ક્લાસની બહાર પેપર લખાવવામાં આવ્યા હતા. જેને લઈને પરીક્ષાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થતા હોબાળો મચાવી વિરોધ દર્શાવ્યો હતો.ઘટનાની જાણ થતા પોલીસ શાળાએ દોડી આવી મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda
GSTV