GSTV
Ahmedabad ગુજરાત

ઢોર ડબ્બામાં પશુનાં મોત થતા હોવાના આક્ષેપ સાથે માલધારી દ્વારા ઢોર ડબ્બાના સુરક્ષા કર્મચારી જોડે ઘર્ષણ

અમદાવાદમાં ફરી એકવાર માલધારી સમાજ એકઠો થયો છે. દાણીલીમડા ના ઢોર વાડા બહાર માલધારી સામજ ના મોટી સંખ્યામાં લોકો ભેગા રોષ ઠાલવી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા પકડી ને ઢોર ડબ્બા માં પૂરવામાં આવતી ગાયો અંદર મરી રહી છે. અમને અમારી ગાયો જોવા જવા દેવામાં આવે. બીજી બાજુ ઢોર વાડા માં કોઇપણ વ્યક્તિને જવાની પરવાનગી આપામાં આવી નહિ. જેના લીધે કોર્પોરેશન ના અધિકારીઓ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

બહેરામપુરાના કોર્પોરેટર કમળા બેન ચાવડા તેમજ ગોમતીપુર વિસ્તારના કોર્પોરેટર ઇકબાલ શેખ પણ માલધારીઓના સમર્થનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને અંદર જઇને ગાયોની હાલત જોવા માટે કહ્યું હતું પરંતુ કોઈપણ સત્તાધીશોએ તેમને જવા દીધા નહિ. કમળા બેન ચાવડાનું કહેવું છે કે અંદર સુપ્રિટેન્ડેન્ટ છે એમને કીધું કે રોજ સાતથી આઠ જેટલી ગાયો બીમારી થી મરી જાય છે.

એમાં આમારો કોઈ વાંક નથી. માલધારી સમાજ માં ઉગ્ર રોષ ફેલાયો છે અને એક જ માંગ છે કે સરકાર જો અમારી પર પાસા જેવી ગંભીર કલમો લગાવતી હોય તો કોર્પોરેશન ના અધિકારીઓ પર પણ પગલા લેવા માં આવે. અમને અમારી ગાયો કઇ હાલત માં છે તે જોવા દેવામાં આવે. બીજી બાજુ માલધારી સમાજ ઢોર ડબા ની બહાર અડિંગો જમાવી ને બેઠા છે. જ્યાંસુધી અંદર જવા દેવામાં નહિ આવે ત્યાં સુધી અહીથી હટશે નહિ. ઉગ્ર આંદોલન અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related posts

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah
GSTV