પંચમહાલના મોરવાહડફ તાલુકાના કડાદરા ગામમાં સરકારી યોજનાઓ થકી કરવામાં આવતા વિવિધ વિકાસના કામો તમામ નીતિનિયમોને નેવે મૂકીને ગેરરીતી આચારીને કરવામાં આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે.

મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકારી યોજનાના લાભો તેમજ વિકાસના કામોમાં સરકારી ધારાધોરણો વિરુદ્ધ જઈને કામો કરીને ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. કડાદરા ગામે મનરેગા હેઠળ કરવામાં આવેલા વિકાસના કામોમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે મનરેગા હેઠળ કરવામાં આવેલા કામોમાં મોટાપાયે ખાયકી કરવામાં આવી છે. ગામમાં બનાવવામાં આવેલા સીસી રસ્તાઓ, ચેકડેમ તેમજ આવાસ યોજનાઓમાં ગામના સ્થાનિક અગ્રણીઓ તેમજ સરપંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. સીસી રસ્તાઓની ભરાઈ નિયમ મુજબ 6 ઇંચ જેટલી કરવાની હોય છે જેની જગ્યાએ માત્ર 1.5 ઇંચની જ ભરાઈ કરવામાં આવી છે. ગામમાં જે વિસ્તારોમાં કોઈ માનવ વસ્તી જ નથી તેવા વિસ્તારોમાં પણ સીસી રસ્તા માત્ર કામગીરી બતાવવા માટે બનાઈ દેવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત છે કે એક જ જગ્યાએ જવા માટે સમાંતર બે સીસી રોડ એક સાથે બનાવવામાં આવ્યા છે. ગામમાં ખાનગી માલિકીના ખેતરમાં ચેકડેમ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ખેતરમાં કોઈપણ તરફથી પાણીનું વહેણ જ નથી તેવી જગ્યાએ હાલ ચેકડેમ બનાવાયો છે.
ગામમાં સ્થાનિક નેતાઓ, સરપંચ અને અધિકારીઓના મેળાપીપણાંમાં તમામ સરકારી યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ગામમાં આવાસ યોજનાનો લાભ સાચા લાભાર્થીઓને મળતો જ નથી જ્યારે અગાઉ લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓના નામે ફરીથી લાભ આપી સરકારી સહાયના નાણાં પણ સગેવગે કરવામાં આવ્યા હોવાની રજુઆત સ્થાનિકો કરી રહ્યા છે.

સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે અગાઉ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગ્રામજનો દ્વારા હાલમાં ફરીથી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં