GSTV

ગુજરાત સરકાર કોરોનાના આંકડાઓ છૂપાવી રહી હોવાનો આક્ષેપ

વિપક્ષ કોંગ્રેસે ગુજરાત સરકાર કોરોનાના આંકડાઓ છૂપાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. વિધાનસભા સત્રમાં દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારી સંકલ્પ સમયે નિવેદન આપ્યું છે કે સરકાર કોરોનાનાં સાચા આંકડા છૂપાવી રહી છે. તેઓએ કહ્યું કે સરકારનું કહેવું છે કે, 100 ટેસ્ટમાં 3 પોઝિટિવ કેસ આવે છે તો રોજ 70 હજાર ટેસ્ટ થાય તો રોજ 2100 કેસ આવે. તે છતા 1400ની આસપાસ કેસ આવી રહ્યા છે. આવું કેવી રીતે બની શકે? અગાઉ પણ સરકારે અમદાવાદ અને સુરતના વધતા કોરોના સંક્રમણ અને મોતના આંકડા છુપાવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોનાને લઇને નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કોરોનાને લઇને સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હોવાની વાત કરી. આ સાથે તેઓએ સરકારી ડોકટર્સની સારી કામગીરીને બિરદાવી આ સાથે ખાનગી ડોકટર્સે સેવા નથી કરી તેવું પણ નિવેદન કર્યુ છે. તેઓએ કોરોનાને કુદરતનો ગુસ્સો ગણાવીને મંદિર, મસ્જિદ પણ બંધ કરી દેવામાં આવી હોવાની વાત કરી. આ સાથે તેઓએ મુખ્યમંત્રીને તમામ જિલ્લામાં પ્રભારી મંત્રી નિમવાની વાત કરી છે.આ સાથે તેોએ પ્રાઇવેટ હોસ્પિટલ આજે પણ લૂંટી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!