GSTV
Home » News » અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઉમેદવારી સામે વાંધા વિગત રજુ કરવામાં આવી છે. રાહુલ ગાંધીની નાગરિકતા અને તેમની શૈક્ષણિક લાયકાત પર સવાલો ઉઠાવતા અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલ કૌશલે તેમનું નામાંકન રદ્દ કરવાની માગ કરી છે. અપક્ષ ઉમેદવારનાં વકીલ અફઝલ વારિસ,સુરેન્દ્ર ચંદ્ર અને સુરેશ કુમાર શુક્લાએ દર્શાવેલા વાંધા વિગત મામલે જીલ્લા ચૂંટણી અધિકારીએ આજે થનારી સુનાવણીને ટાળી દીધી છે. તેમજ આગામી સુનાવણી 22 એપ્રિલે હાથ ધરાશે. રાહુલ ગાંધીનાં વકીલ રાહુલ કૌશિકે રિટર્નીંગ અધિકારી પાસેથી વધારે સમય માંગ્યો છે. હવે આગામી સુનાવણીમાં તેઓ રાહુલ ગાંધીનો પક્ષ રજુ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી લોકસભાની સીટ પરથી ઉમેદવારી પત્ર પર વાંધા બાદ સ્ક્રૃટની હવે 22 એપ્રિલે થશે. શનિવારે અમેઠી સંસદીય મતવિસ્તારની રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૃટનીની કાર્યવાહી શરૂ થતાં જ રાહુલ ગાંધીનું નામ બોલાવવામાં આવ્યું જે બાદ ચાર લોકો દ્વારા તેમાં વાંધો નોંધાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી લોકસભાની સીટ પરથી ઉમેદવારી પત્ર પર વાંધા બાદ સ્ક્રૃટની હવે 22 એપ્રિલે થશે. શનિવારે અમેઠી સંસદીય મતવિસ્તારની રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૃટનીની કાર્યવાહી શરૂ થતાં જ રાહુલ ગાંધીનું નામ બોલાવવામાં આવ્યું જે બાદ ચાર લોકો દ્વારા તેમાં વાંધો નોંધાવ્યો છે.

વાંધા બાદ રાહુલ ગાંધીના વકિલ રાહુલ કૌશિકે આ આક્ષેપોનું ખંડન કરવા માટે સમય માંગ્યો છે. જે બાદ રિટર્નિંગ ઓફિસરે સ્ક્રૃટીની તારીખ આગળ વધારતા 22 એપ્રિલ કરી દીધી. રિટર્નિંગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ આ સંબંધે એક પત્ર જાહેર કરી તેની જાણકારી આપી.

રાહુલ ગાંધીના નામ બોલાયા બાદ તેમના ઉમેદવારી પત્ર પર ક્રમશ: અફજલ, સુરેશ ચંદ્ર, ધ્રુવલાલ, સુરેશ કુમાર આ ચાર લોકો તરફથી વાંધો નોંધાવવામાં આવ્યો. હવે આ વાંધા પર સુનવણી સોમવાર 22 એપ્રિલે થશે. આ મુદ્દાને ભાજપે ઉઠાવી રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલો ઉઠાવ્યા, સાથે જ આરોપ પણ લગાવ્યો કે રાહુલે દરેક ચૂંટણીમાં સર્ટિફિકેટ બદલ્યા છે.

READ ALSO

Related posts

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari

ઓઈલ કંપની પર કરાયેલા હુમલાના શશ્ત્રો આ કંપનીએ પૂરા પાડ્યા હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!