GSTV
Home » News » અલ્હાબાદનું નામ પ્રયાગરાજ તો રાખી દીધુ તેમ છતાં ગોળીબાર અને હત્યા ચાલુ

અલ્હાબાદનું નામ પ્રયાગરાજ તો રાખી દીધુ તેમ છતાં ગોળીબાર અને હત્યા ચાલુ

શહેરોના નામ બદલવાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાબૂત થવાની નથી. તેની સાબિતિ ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદમાંથી પ્રયાગરાજ બનાવવામાં આવેલા શહેરના એક દુર્ગા પંડાલમાં જોવા મળી છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજ પ્રમાણે પ્રયાગરાજના દુર્ગાપંડાલમાં ચાર બદમાશોએ ધોળાદિવસે ગોળીબાર કરીને એક હિસ્ટ્રીશિટર નીરજ બાલ્મીકિની હત્યા કરી દીધી હતી.

ફાયરિંગ બાદ દુર્ગા પંડાલમાં દોડધામ મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ પહેલા હુમલાખોરોએ દુર્ગા પંડાલમાં પહોંચીને નીરજ સાથે હાથ મિલાવ્યો હતો. બાદમાં તેના પર ગોળીઓ ચલાવી અને પછી બોમ્બથી હુમલો કર્યો હતો. હિસ્ટ્રીશિટર નીરજ બાલ્મીકિ પર પણ ડઝનબંધ કેસ નોંધાયેલા હતા. તે બે માસ પહેલા જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. આ ઘટનામાં એક હુમલાખોર પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલાખોરો સીસીટીવી કેમેરામાં તો કેદ થઈ ગયા છે. પણ હજીપણ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ગણાતી ઉત્તરપ્રદેશની પોલીસની પકડની બહાર છે.

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!