GSTV
Gujarat Government Advertisement

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

સૌથી મોટું તીર્થરાજ પ્રયાગરાજ આમ તો ધાર્મિક મહત્વ માટે જાણીતું છે, પરંતુ ગત 3 મહિનાથી પવિત્ર ગંગા-યમુના સંગમના દક્ષિણી છેડે જ લોકોને દફનાવવામાં આવી રહ્યાં છે. આ અઘોષિત કબ્રસ્તાન લંબાતુ જાય છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કોરોનાના કાળમાં સંગમ વિસ્તાર નવું કબ્રસ્તાન બની ગયું છે અને અચાનક અહીં લોકો માટી નીચે મૃતદેહો દફનાવી રહ્યાં છે.

કબરો પરથી માટી ઉડે તો મૃતદેહો દેખાવવા લાગે

જો આ કબરો પરથી માટી ઉડે તો મૃતદેહો દેખાવવા લાગે છે અને ભયંકર દુર્ગંધ ફેલાય છે અને લોકોમાં કોરોના સંબંધિત ભયના માહોલ વધે છે. તંત્રના અધિકારીઓ આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી રહ્યાં છે. હિંદુઓમાં નદી કિનારે રેતીમાં મૃતદેહો દફનાવવાની પરંપરા અંતિમ સંસ્કારના 3 પ્રકારમાંથી એક છે. આ કારણે ગંગા તટ પર મૃતદેહોને મોટી સંખ્યામાં દફનાવવાની ઘટના ચિંતાનો વિષય બન્યો છે. નદીનું સ્તર વધવાને કારણે ઘણી વાર માટીમાં દફનાવેલા મૃતદેહો વહી જાય છે તો અન્ય સ્થળે કિનારાઓ પર જોવા મળે છે.

ઠેકેદારોએ પૈસા વસૂલતા લોકોએ મજબૂરીમાં મૃતદેહોને દફનાવવાનું શરૂ કર્યું

શ્રૃંગવેરપુર ધામમાં પ્રયાગરાજ સિવાય પ્રતાપગઢ, સુલ્તાનપુર અને ફૈઝાબાદ જિલ્લાના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર પહેલાં અહીંયા રોજના 50થી 60 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હતાં પરંતુ એપ્રિલ મહીનામાં જ્યારે કોરોનાના કારણે મોતના આંકડાઓ વધવા લાગ્યા તો શ્રૃંગવેરપુર ઘાટ પર રોજના સેંકડોની સંખ્યામાં મૃતદેહો આવવાનું શરૂ થઇ ગયું. જેથી શ્રૃંગવેરપુર ઘાટ પર અગ્નિ સંસ્કાર માટે લાકડાઓની ભારે અછત સર્જાવા લાગી અને લાકડાના ઠેકેદારોએ પણ લોકોના અગ્નિ સંસ્કાર કરવા વધારે પૈસા વસૂલવાનું શરૂ કરી દીધું. જ્યાર બાદ લોકોએ મજબૂરીમાં અગ્નિ સંસ્કાર કરવાને બદલે મૃતદેહોને દફનાવવાનું શરૂ કરી દીધું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!