GSTV
Home » News » ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડર સાથે ISROનો નથી થઇ રહ્યો સંપર્ક, 200 ફૂટની ઉંચાઇએથી કોઇ બીજું પણ કરી રહ્યું છે સતત પ્રયાસ

ચંદ્રયાન 2: વિક્રમ લેન્ડર સાથે ISROનો નથી થઇ રહ્યો સંપર્ક, 200 ફૂટની ઉંચાઇએથી કોઇ બીજું પણ કરી રહ્યું છે સતત પ્રયાસ

યુપીના પ્રયાગરાજમાં એક શખ્સ, હાથમાં તિરંગો લઇને 200 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો. તેનું કહેવું હતું કે જ્યાં સુધી ઇસરોનો સંપર્ક ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે નહી થાય તે નીચે નહી ઉતરે. પોલીસ પ્રશાસનને તેને નીચે ઉતારવામાં ઘણી મહેનત કરવી પડી.

આ યુવક શહેરને યમુનાપાર વિસ્તારથી જોડતાં નવા યમુના બ્રિજના આશરે 200 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો અને ત્યાંથી કૂદવાની ધમકી આપવા લાગ્યો. તેને ટાવર પરથી એક કાગળ નીચે ફેંક્યો, જેના પર લખ્યું હતું કે, ચંદ્રયાન-2 વિક્રમનો ઇસરો સાથે સંપર્ક સ્થાપિત ન થવાના કારણે તે ટાવર પર જ ચડેલો રહેશે અને અહીંથી જ સંપર્ક થાય તે માટે પ્રાર્થના કરતો રહેશે.

પ્રયાગરાજના જ માંડા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય રજનીકાંત બિંદની માનસિક સ્થિતિ ઠીક નથી. તે અવારનવાર આવી હરકતો કરતો રહે છે. તે અગાઉ પમ આ જ ટાવરના વીજળીના થાંભલા પર ચડી ગયો હતો.

સોમવારે સાંજે તે હાથમાં તિરંગો લઇને નવા યમુના પુલના 200 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો અને ત્યાં તિરંગો લહેરાવતા કૂદવાની ધમકી આપવા લાગ્યો. તેને ઉતારવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા તો વારાણસીથી સ્પેશિયલ ડાઇડ્રોલિક લિફ્ટ મંગાવીને તેને જબરદસ્તી ઉપતારવામાં આવ્યો.

આ સનકી યુવકના ટાવર પર ચડવાના કારણે પુલ પર લોકોની ભારે ભીડ જામી ગઇ. લોકો બ્રિજ પર પોતાની ગાડી ઉભી રાખીને ફિલ્મ શોલેના વીરુ જેવી હરકત કરનાર આ સનકી યુવકને જોતા રહ્યાં.

Read Also

Related posts

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

Bansari

VIDEO: જ્યારે જંગલમાં ગુસ્સે ભરાયેલો સિંહ બે કિલોમીટર સુધી પર્યટકોની જીપની પાછળ દોડ્યો ત્યારે…

Mansi Patel

નજીકનાં વર્ષોમાં હ્રદયની બિમારીઓ આ નવી ટેકનોલોજીથી થશે દૂર, જાણો શું આ નવી ટેકનિક…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!