GSTV

રિટાયર્ડ PSIની હત્યાનો જુઅો Video : 90 સેકન્ડમાં 49 પ્રહાર પણ કોઈઅે મદદ ન કરી

અલ્હાબાદ શહેરના તેલિયરગંજ વિસ્તારમાં સોમવારે રાત્રે સેવાનિવૃત્ત પીએસઆઈ અબ્દુલ સમદ ખાનની જાહેરમાં કરાયેલી હત્યાનો વીડિયો અહીં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો હત્યારાઓના દુસ્સાહસ અને ક્રૂરતાની કહાની દર્શાવી રહ્યો છે. આ સીસીટીવી ફૂટેજ જોઈને લાગે છે કે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ નથી અને કાયદાનો ડર પણ નથી. સોમવારે નવ વાગ્યે અને 45 મિનિટે તેલિયરગંજ શિલાખાનામાં એક દુકાનની સામે રિટાયર પીએસઆઈ અબ્દુલ સમદ ખાન સાઈકલ પર ઘરેથી નીકળ્યા હતા.

અબ્દુલની દુકાન પાસે અચાનક હિસ્ટ્રીશીટર જુનૈદનો પુત્ર શેબુ પહોંચ્યો હતો. લાલ ટીશર્ટ પહેરેલા શેબુએ અચાનક દંડાથી જૈફવયના અબ્દુલ પર પાછળથી હુમલો કર્યો હતો. એક પછી એક ત્રણ પ્રહાર કરવામા આવતા અબ્દુલ સમદ ખાન સાઈકલ પરથી પડી ગયા હતા. તેમ છતાં તેમના પર અગિયાર વધુ પ્રહારો કરવામા આવ્યા હતા. બાદમાં અહીં રાજિક અને તેનો સંબંધી ઈબ્ને પહોંચ્યા હતા. ત્રણેય હુમલા ખારોએ અબ્દુલ સમદ પર સતત વીસ પ્રહાર કર્યા હતા. 90 સેકન્ડમાં 49 પ્રહારો છતાં રસ્તે આવતા-જતા કોઈએ અબ્દુલ સમદને બચાવવાની કોશિશ કરી ન હતી. જ્યારે હિસ્ટ્રીશીટરના પુત્રો સડક પરથી દૂર નીકળી ગયા.. ત્યારે લોકો એકઠા થવા લાગ્યા અને પંદર મિનિટ બાદ સમદને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા… અહીં તેમનું મોત નીપજ્યું હતું.

Related posts

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 18 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!