GSTV

હાઇકોર્ટનો મોટો ચુકાદો: DNA ટેસ્ટથી સાબિત કરી શકાય પત્ની બેવફા છે કે નહી

જીવનસાથી

Last Updated on November 18, 2020 by Bansari

અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં જ એક આદેશમાં કહ્યું કે બાળકનો પિતા કોણ છે, તે સાબિત કરવા માટે DNA સૌથી માન્ય અને વૈજ્ઞાનિક રીત છે. આ ઉપરાંત DNA ટેસ્ટ પહેલા પત્નીની બેવફાઇ પણ સાબિત કરી શકાય છે. કોર્ટે કહ્યું કે DNA ટેસ્ટથી તે સાબિત કરી શકાય છએ કે પત્ની, અપ્રામાણિક, વ્યાભિચારી કે બેવફા નથી.

કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આ મહત્વની બાબતો જણાવી. આ અરજીમાં એક પતિએ તલાક માટે અરજી કરી હતી. કોર્ટ સમક્ષ મુદ્દો આવ્યો કે શું અદાલત, હિન્દુ વિવાહ અધિનિયમ-1955ની ધારા 13 અંતર્ગત પતિ તરફથી કરવામાં આવેલી તલાકની અરજીમાં વ્યાભિચારના આધારે પત્નીને એવો નિર્દેશ આપી શકે છે કે DNA ટેસ્ટ કરાવે અથવા તો DNA ટેસ્ટ કરાવાથી ઇનકાર કરી દે? જો તે DNA ટેસ્ટ કરાવા તૈયાર થાય તો શું DNA ટેસ્ટનુ નિષ્કર્ષ કે પરિણામ આરોપની સત્યતાનું નિર્ધારણ કરે છે?

પ્રમાણિત,માન્ય અને વૈજ્ઞાનિક રીત છે DNA ટેસ્ટ

જસ્ટિસ વિવેક અગ્રવાલે કહ્યું કે, DNA ટેસ્ટ સૌથી વધુ માન્ય અને વૈજ્ઞાનિક રીત છે, જેથી પતિ પોતાની પત્નીની બેવફાઇ સાબિત કરવા માટે કરાવી શકે છે. DNA ટેસ્ટ સૌથી વધુ પ્રમાણિત અને યોગ્ય રીત છે. પતિ તેનાથી સાબિત કરી શકે છે કે પત્ની બેવફા, વ્યાભિચારી અથવા વિશ્વાસઘાતી નથી.

dna

શું છે સમગ્ર મામલો

પ્રતિવાદી અનુસાર, તે 15 જાન્યુઆરી 2013થી પોતાની પત્ની સાથે રહેતો ન હતો. 24 જૂન 2014ના રોજ તેમના તલાક થઇ ગયા. પતિનો દાવો હતો કે તેના પત્ની સાથે કોઇ સંબંધ ન હતા. પત્ની પોતાના પિયરમાં જ રહે છે. 26 જાન્યુઆરી 2016ના રોજ તેણે એક બાળકને જન્મ આપ્યો. પતિએ કહ્યું કે 15 જાન્યુઆરી 2013 બાદ તેમની વચ્ચે કોઇ શારીરિક સંબંધ રહ્યાં નથી. પતિએ દાવો કર્યો કે બાળક તેનુ નથી, જ્યારે પત્નીનું કહેવુ છે કે બાળક તેના પતિનું જ છે.

હાઇકોર્ટ

ફેમિલી કોર્ટે ફગાવી હતી અપીલ

પતિએ આ મામલે DNA ટેસ્ટ કરાવાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. મામલો હાઇ કોર્ટ પહોંચ્યો. હાઇ કોર્ટની બેચે મામલે સુનાવણી કરતા આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!